KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ શહેર સ્થિત પ્રાથમિક કુમાર શાળામાં નેશનલ સાયન્સ ડેની ઉજવણી કરવામાં આવી.

તારીખ ૨૮/૦૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
આજ રોજ ભારતીય વૈજ્ઞાનિક સી.વી.રામન દ્વારા કરવામાં આવેલી”રામન ઇફેક્ટ”ની શોધને કારણે તે દિવસને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત કાલોલ પ્રાથમિક કુમાર શાળા ખાતે સી.વી.રામન ની જન્મ જયંતી અને આ વર્ષ ની થીમ સ્વદેશી ટેક્નોલોજી ફોર વિકિસિત ભારત થીમ અન્વયે.શાળામાં અભ્યાસ મા આવતાં પ્રયોગો,અને અન્ય ઉપકરણોની સમજ સાથે ધોરણ પાંચ થી આંઠ ના બાળકો દ્વારા શાળા ના અન્ય તમામ ધોરણ ના વિદ્યાર્થી ઓ ને સમજાવ્યા અને વૈજ્ઞાનિક સિદ્ધાંતો થી અવગત કરાવ્યા હતા જ્યાં શાળાના સાયન્સ ટીચર હિમાની શાહ ના નિદર્શન અને માર્ગદર્શન હેઠળ આ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું એકંદરે શાળાના આચાર્ય રાકેશકુમાર ઠાકર સાથે વિદ્યાર્થીઓ સહિત શિક્ષકગણ, એસ.એમ.સી.સભ્ય તથા વાલીઓએ આ ઉજવણીમાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી.

[wptube id="1252022"]









