KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ફાયર બ્રિગેડ દ્વારા નેશનલ ફાયર ડે ની ઉજવણી કરવામાં આવી.

તારીખ ૧૪/૦૪/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

ચૌદમી એપ્રિલના રોજ નેશનલ ફાયર ડે સર્વિસ ડે ની ઉજવણી કરવામાં આવી તેના ભાગરૂપે કાલોલ ફાયર ફાઈટર ના તમામ જવાનોની હાજરીમાં ફાયર બ્રિગેડ વીભાગ દ્વારા વપરાતા રેસક્યું સહિતના તમામ વાહનો ની શહેરના મુખ્ય માર્ગો પર રેલી કાઢવામાં આવી હતી.આજે નેશનલ ફાયર સર્વિસ ડે છે.આજનો દિવસ ફાયર બ્રિગેડના જવાનોને સમર્પિત છે જેઓ ક્યાંય પણ આગ લાગે ત્યારે પોતાના જીવની પરવા કર્યા વિના લોકોને બચાવવા દોડી જાય છે.શહેરમાં ગમે ત્યાંથી આગ લાગવાની માહિતી મળતાં એક જ કોલ સાથે સ્થળ પર દોડી જનારા ફાયર ફાઇટર આજે ફાયર સર્વિસ ડેની ઉજવણી કરી રહ્યા છે. દર વર્ષે ૧૪મી એપ્રિલે આ દિવસે તેઓ તેમના સ્વર્ગસ્થ સાથીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. આજના દિવસે એક સાથે ૬૬ ફાયર ફાઈટરના અકસ્માતમાં આગ ઓલવતા મૃત્યુ થયા હતા.વર્ષ ૧૯૪૪માં મુંબઈમાં કાર્ગો જહાજ ફોરસ્ટીકનમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે ૬૬ અગ્નિશામકોને વીર ગતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. બલિદાનના સન્માનમાં દર વર્ષે ૧૪મી એપ્રિલે અગ્નિશામક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દરમિયાન એક સપ્તાહ સુધી સતત જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button