હાલોલ: સગીર પ્રેમિકા માટે એક પ્રેમીએ બીજા પ્રેમીની હત્યા કરી નાખી,પાવાગઢ પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૭.૬.૨૦૨૪
આથી પાંચ દિવસ પહેલા હાલોલ તાલુકાના નવાકુવા ગામ ના કીર્તન બારીયાની હત્યા કરી તેના મૃતદેહને કાકલપુર ગામ ના નાળા પાસે ફેંકી દીધેલ ગુનાનો ભેદ પાવાગઢ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલ્યો છે.કીર્તન બરિયાની હત્યાનું મૂળ કારણ પ્રેમ પ્રકરણ નીકળ્યું.એક જ સગીરાને બે પ્રેમી પ્રેમ કરતા હોવાથી એક પ્રેમી એ તેના ત્રણ મિત્રો અને સગીરાની મદદ થી કીર્તન ની કરપીણ હત્યા કરી પ્રેમ પ્રકરણ માં વચ્ચેનો કાટો દૂર કર્યો.જોકે હત્યા નો ભેદ ખુલતા પ્રેમ નો અંજામ જેલ થયો.પોલીસે હત્યા પ્રકરણ ના મુખ્ય આરોપી ની અટકાયત કરી તેના સાથી ગુનેગાર ની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ તાલુકાના નવાકુવા ગામે કબીર ફળિયામાં રહેતો કીર્તન વિષ્ણુભાઈ બારીયા ઉ.વ.૧૯ ના ઓ ગત 1લી જૂન ની રાત્રીના આશરે ૧૨ વાગ્યાના સમયગાળામાં પોતાની બાઈક લઇ ઘરે થી કોઈ ને કહ્યા વગર જતો રહ્યો હતો.જોકે તે પહેલા મોબાઈલ ઉપર કોઈ ની સાથે ઉગ્ર સ્વરૂપે વાત કરતો હતો.તેમ તેના ભાઈ એ પોલીસ મથકે આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું.બીજા દિવસે હાલોલ તાલુકાના કાકલપુર ગામ ના નાળા પાસેથી હત્યા કરેલી હાલતમાં કીર્તન નો મૃતદેહ મળ્યો હતો.પાવાગઢ પોલીસે અજાણ્યા ઈસમ સામે હત્યાનો ગુનો નોંધી કીર્તન ના મૃતદેહ ને હાલોલ રેફરલ હોસ્પીટલ ખાતે પેનલ ડોક્ટર દ્વારા પી.એમ કરાવ્યું હતું. પોલીસે બનાવ ની ગંભીરતા લઇ પી.એમ રીપોર્ટ અને કીર્તન ના મોબાઈલ ની કોલ ડીટેલ મેળવી તલસ્પર્શી તપાસ હાથ ધરતા કીર્તન ના છેલ્લા કોલ ને આધારે પોલીસ ની શંકા હકીકતમાં પરીવર્તન થઇ હતી.કીર્તન નો છેલ્લો કોલ કીર્તનનો જે સગીરા સાથે પ્રેમ સંબંધ હતો,તે સગીરા અને તે સગીરાનો અન્ય પ્રેમી નિમેષ સુરેશભાઈ બારીયા રહે વાવ ને ઝડપી પાડી નિમેષ ને પોલીસે તેમની ભાષામાં પૂછપરછ કરતા નિમેષે હત્યાનો ભેદ ખોલતા જણાવ્યું હતું કે કીર્તન મારા પ્રેમ પ્રકરણ માં કાંટા સમાન હતો.અને મારી પ્રેમિકાને પણ ગમતું ન હતું.જેને લઇ કીર્તન અને નિમેષ ને પણ નાની મોટી ચકમક થતી હતી.અંતે તેને દૂર કરવા તેની હત્યા કરવાનો પ્લાન કરી તેને 1 લી જી જૂન ના રોજ રાતે ફોન કરી વાવ ગામ નજીક રેલવે લાઈન પાસે બોલાવ્યો હતો. તે બતાવેલ જગ્યા ઉપર આવતા પહેલીથી જ પ્લાન મુજબ તેની સગીર પ્રેમિકા, નિમેષ સુરેશ બારીયા તેના મિત્ર કમલેશ બારીયા. રહે, વાવ. કમલેશ બારીયા. રહે, ઝાબ તેમજ સુમીત બારીયા લાકડીઓ તેમજ ચેનકપ્પા લઈને પહેલીથી જ ઉભા હતા.ત્યાં કીર્તન સાથે ઝગડો કરી આ ટોળકી કીર્તન ને માર મારી કરપીણ હત્યા કરી દીધી હતી. કીર્તન ની હત્યાને અકસ્માત માં ખપાવવા માટે તે જગ્યાએથી કીર્તન નિજ બાઈક પર કાકલપુર ગામ ના નાળા પાસે જઈ રાત્રીના અંધકારમાં ફેંકી દીધો હતો, અને તેની બાઈક ને પણ તેના લાશ ની નજીક ફેંકી દીધી ત્યાંથી ભાગી છૂટ્યા હતા. પોલીસે કીર્તન ની હત્યાનો ભેદ ઉકેલી નિમેષ બારીયા ની ધરપકડ કરી કાયદેસર ની કાર્યવાહી હાથધરી અન્ય સાથી મિત્રોની શોધખોળ આદરી છે.










