કાલોલ ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે જનજાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

તારીખ ૩૧ મે
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
તારીખ ૩૧ મે, વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ દ્વારા કાલોલ તાલુકા હેલ્થ કચેરી અર્બન હેલ્થ સેન્ટર વગેરે સ્થળોએ તમાકુના વ્યસનથી દૂર રહેવા સંકલ્પ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્રભાઈ જોષી,આરોગ્ય વિભાગના ડૉ.સુનિલભાઈ, આરોગ્ય કર્મચારીઓ,ગ્રામ્ય વિસ્તારની બહેનો,બાળ સેવા કેન્દ્ર ના કર્મચારીઓ વિગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા જેમાં તમાકુ ના સેવનથી થતી ગંભીર જીવલેણ બિમારીઓ અંગે ખાસ ચર્ચા કરીને વ્યસનમુક્તિ અભિયાનને વધુ ને વધુ મજબૂત બનાવવા સંકલ્પ કરવામાં આવ્યો હતો.આજના કાર્યક્રમમાં ઉપસ્થિત કાલોલ નગર ના જાગૃત નાગરિકે કાર્યક્રમથી પ્રભાવિત થઈ સ્થળ ઉપરજ તમાકુનુ વ્યસન છોડવા નિર્ણય કર્યો જેને સૌએ આવકારી નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ તથા આરોગ્ય તંત્ર દ્વારા તેઓને અભિનંદન આપવામાં આવ્યા હતા.