HALOLPANCHMAHAL

રોટરી ક્લબ ઓફ હાલોલ દ્વારા સનસાઈન ગ્લોબલ હોસ્પિટલ, વડોદરાના સહયોગથી મેગા મેડિકલ કેમ્પ યોજાયો,141 દર્દીઓએ કેમ્પ નો લાભ લીધો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૫.૨.૨૦૨૪

રોટરી ક્લબ ઓફ હાલોલ દ્વારા સનસાઈન ગ્લોબલ હોસ્પિટલ, વડોદરા ના સહયોગથી પ્રથમ બે વર્ષની જેમ ત્રીજા વર્ષમાં સેવા યાત્રા ને આગળ ધપાવતા વધુ એક ધમાકેદાર મેગા મેડિકલ કેમ્પ રવિવાર તારીખ 25/2/2024 ના રોજ નગરપાલિકા કોમ્યુનિટી હોલ, હાલોલ ખાતે કરવામાં આવ્યો હતો.વડોદરાના સનસાઈન હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ ડો. ચિરાગ ગુજ્જર, ન્યુરિલોજિસ્ટ ડો. જીગ્નેશ પ્રજાપતિ, આંખની તપાસ માટે ડો. દિવયા રાઠોડ તથા ઓર્થોપેડીક ડો. શિવમ શાહ તેમજ અન્ય લેબોરેટરી સ્ટાફ વિગેરે એ પોતાની નિ:શુલ્ક સેવા આપી લગભગ 141 દર્દીઓને તપાસીને માર્ગદર્શન આપ્યું હતું. શરૂઆતમાં દીપ પ્રાગટ્ય બાદ કેમ્પને ખુલ્લો મુકતા ક્લબના પ્રમુખ પ્રદીપભાઈ પરીખ દ્વારા સ્વાગત કરવા સાથે ક્લબની સેવાકીય પ્રવૃત્તિઓનો ચિતાર આપ્યો અને આગામી સમયમાં પણ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ જ રહેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો. ક્લબના મંત્રી હાર્દિક જોશીપુરા દ્વારા ડોક્ટર મિત્રો સહિત ક્લબના સભ્યો, પત્રકાર મિત્રો તથા હાલોલ નગરપાલિકાનો પણ આભાર માનવામાં આવ્યો હતો.રોટરી ક્લબ તરફથી પ્રમુખ, મંત્રી ઉપરાંત અન્ય સભ્યો રો. વૈભવ પટેલ, રો. બ્રિજેશ ત્રિવેદી, રો. રાકેશ સિહોરા, રો. દિલીપ શાહ તથા રો. નિમેશ પંચાલ વિગેરે સભ્યોએ પણ કેમ્પમાં હાજરી આપી હતી. આ સાથે ઉપસ્થિત નાગરિકોની હાજરીમાં આજ ના સમય નો અતિ ગંભીર વિષય એટલે કે અચાનક આવતા હ્રદય રોગ ના હુમલા સમયે દવાખાને પહોંચતા અગાઉની કીમતી પળો માં આપવામાં આવતી CPR સારવાર અંગે માર્ગદર્શન તેમજ લાઈવ ડેમોસ્ટ્રેશન દ્વારા સમજ આપવામાં આવી. આમ આ મેગા મેડિકલ મેડિકલ કેમ્પ ખૂબ જ સફળ રહ્યો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button