કાલોલ ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આયોજિત મહિલા દિન ની ઉજવણી નિમિત્તે માતૃશક્તિ વંદના કાર્યક્રમ યોજાયો.

તારીખ ૧૧ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિન ની ઉજવણી ના ભાગ રૂપે કાલોલ તાલુકા પંચાયત ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કાલોલ દ્વારા આયોજિત માતૃશક્તિ વંદના કાર્યક્રમ યોજાયો.જેમાં મુખ્ય વક્તા તરીકે હિરલબેન ઠાકર ચીફ ઓફિસર,નગરપાલિકા કાલોલ દ્વારા કાલોલ તાલુકા ની બેનો ને મહિલા સશક્તિકરણ અને નારી ઉથ્થાન નું ખૂબ સુંદર વક્તવ્ય આપવામાં આવ્યું તથા કાર્યક્રમ માં અતિથિ વિશેષ અર્ચનાબેન ગોહિલ રાષ્ટ્રીય સેવા સમિતિ પંચમહાલ જિલ્લા બૌદ્ધિક પ્રમુખ તરીકે તથા તાલુકા પંચાયત કાલોલ ના એ.ટી.ડી.ઓ શિતલબેન હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવી કાર્યક્રમ ને અનુરૂપ બહેનો ને મોટિવેશન પૂરું પાડ્યું હતું.કાર્યક્રમ માં ખૂબ જ મોટી સંખ્યામાં બેનો તથા તાલુકા પંચાયત નો તમામ મહિલા સ્ટાફ,આઈ.સી.ડી.એસ વિભાગ તેમજ સમગ્ર શિક્ષા અભિયાન નો તમામ મહિલા સ્ટાફ અને મહાસંઘ ના હોદ્દેદારઓ અને શિક્ષિકા બેનો હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવેલ હતો.કાલોલ તાલુકા મહાસંઘના અધ્યક્ષ વિનોદકુમાર અમીન,મંત્રી રમેશભાઈ પટેલ તથા સમગ્ર ટીમના માર્ગદર્શન હેઠળ મહિલા ઉપાધ્યક્ષ હસુમતીબેન પટેલ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું.મહિલા ઉપાધ્યક્ષ એ કાર્યક્રમ માં સંઘઠન નો પરિચય તથા સંઘઠન ના શિક્ષક તેમજ સમાજ હિત ના કાર્યો થી સૌને વાકેફ કરવામાં આવ્યા.કાલોલ નગરપાલિકા ના મહિલા સફાઈ કર્મચારી લીલાબેન તથા આરોગ્ય વિભાગ માંથી અમૃતાબેન વાઘેલા,પોલીસ વિભાગ માંથી મહિલા હેડ કોસ્ટેબલ સુનિતાબેન, આઈ.સી.ડી.એસ વિભાગ ના આંગણવાડી કાર્યકર જયાબેન સોલંકી અને શિક્ષણ વિભાગ માંથી રામનાથ શાળા ના પ્રતિભાશાળી શિક્ષિકા મનીષાબેન પટેલ આ તમામ બેનો ની પોતાના ક્ષેત્ર માં સરાહનીય કામગીરી કરવા બદલ મહાસંઘ દ્વારા પ્રમાણપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહાસંઘ કાલોલ ના મહિલા સંવર્ગ ના સહ સંઘઠન મંત્રી વૈશાલીબેન દ્વારા સંચાલન કરવામાં આવ્યું.આજના કાર્યક્રમ ના મુખ્ય મહેમાન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ગાયત્રીબેન પટેલ તેમજ રુચાબેન મહેતા વિભાગ શારીરિક પ્રમુખ રાષ્ટ્ર સેવા સમિતિ કાર્યક્રમ માં અંગત કારણોસર હાજર રહી શકેલ ન હોઈ તેઓ એ તમામ બહેનો ને મહિલા દિન ની શુભેચ્છા સંદેશ પાઠવેલ હતો..આજના કાર્યક્રમ માં ખૂબ જ મોટી સંખ્યા માં બેનો હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવવા બદલ સૌનો કાલોલ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આભાર વ્યક્ત કરેલ હતો.










