કાલોલ ના મધવાસ ગામે ઈંટોના પૈસાનાં ભાવ બાબતે રકઝક કરી મહિલા તેમજ અન્ય ઉપર ચાર ઈસમોએ હુમલો કરતા ફરિયાદ

તારીખ ૭ એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના મધવાસ ગામે રહેતા મહિલા પાસેથી ગામના જ (૧)જીવાભાઈ ધનાભાઇ રાઠોડ (૨) દિલીપભાઇ ધનાભાઇ રાઠોડ (૩) વિજયભાઈમોહનભાઈ રાઠોડ (૪) કોકિલાબેનકાળુભાઇ રાઠોડ એમ એક મહિલા સહિત ચાર જેટલા માણસો દ્વારા બે ટ્રેક્ટર જેટલી ઈંટો લીધી હતી જે ઈંટો ના ભાવ બાબતે રકઝક કરી ચાર રૂપિયા પ્રમાણે ભાવ આપવાની વાત કરતા મહિલા તથા તેના સગાઓએ હાલના સમયમાં ભાવ તથા મજૂરી વધી ગયેલ હોય ભાવ વધારે ચાલતો હોવાથી છ થી સાત રૂપિયા જેવો ભાવ આપો એમ કહેતા હતા ચારેવ ઈસમો ઉશ્કેરાઈ જઈને મા બેન સમાણી ગંદી ગાળો બોલી તારે થાય તે કરી લે અમે પૈસા આપવાના નથી જેથી રાધાબેન રામસિંહ તથા પ્રકાશભાઈ પર્વતભાઇ સીક્લીગરે ગાળો બોલવાની ના પાડતાં રાધાબેન અને પ્રકાશભાઈ ને નીચે પાડી દઈ ગડદા પાટું નો માર મારી જીવાભાઈ એ લાકડી વડે હુમલો કરતા રાધાબેન ને માથામાં જમણી બાજુએ મારેલ અને જાનથી મારી નાખવાની ધમકી આપવા જતા રહેલા બન્ને ઈજાગ્રસ્તો ને સરકારી દવાખાને સારવાર માટે દાખલ કર્યા ત્યારબાદ રાધાબેન ને વઘુ સારવાર માટે ગોધરા સીવીલ હોસ્પિટલ ખાતે રીફર કરેલ જે બાબતની ફરિયાદ મીનાબેન પ્રકાશભાઈ એ કાલોલ પોલીસ મથકે નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.