KALOL(Panchamahal)PANCHMAHAL

ખડકી ટોલ નાકા ના કર્મચારીએ રાજસ્થાન ની એસ ટી ડ્રાઇવર ની ફેટ પકડી ઝપાઝપી કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો

તારીખ ૨૬/૦૫/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

ગોધરા વડોદરા હાઈવે ઉપર આવેલ ખડકી ટોલ નાકા ઉપર રાત્રે રાજસ્થાન પરિવહન નિગમ ની એસ ટી બસ જેનો રજીસ્ટ્રેશન નં આરજે-૧૪-પીએફ-૯૭૦૭ જયપુર વડોદરાના ચાલક ન્યુ ડ્રાઈવર હોવાથી ફોર વ્હીલ ફ્રી લાઈન માંથી રાજસ્થાન પરિવહન નિગમ ની એસ ટી બસ ના ડ્રાઇવરના ચાલકે પ્રસાર કરતા ટોલ નાકા ઉપર હાજર કર્મચારીઓ બુમાંબૂમ કરતા એસ ટી બસ ના ચાલકે એસ ટી બસ થંભાવી દીધી હતી તયારે ફરજ ઉપર હાજર ટોલ નાકા ના માણસો ને ટોલ નાકા ના રોકડા રૂપિયા આપું છું મને રોકડા રૂપિયા ની પાવતી આપો તેવું એસ ટી ડ્રાઇવર એ જણાવતા ટોલ નાકા ના માણસો રોકડા રૂપિયા ની પાવતી આપવાની સ્પષ્ટ ઈન્કાર કરતા એસ ટી ડ્રાઇવર એ પણ પાવતી વગર રૂપિયા આપવાનો ઇનકાર કર્યો હતો અને રાજસ્થાન પરિવહન નિગમ એસ ટી ચાલક પોતાની એસ ટી બસ ને વેજલપુર તરફ લઈને રવાના થયા હતા જેથી ટોલ નાકા ના માણસો એસ ટી બસ ની પાછળ પીછો કરી વેજલપુર મેહલોલ ચોકડી પાસે રાત્રીના સમયે મુસાફરો ભરેલ એસ ટી બસ થંભાવી એસ ટી બસ ના ચાલક ને કોલર પકડી ઝપાઝપી કરી ભાઈ ગિરી ઉપર ઉતરી આવ્યા હતા જેથી લોક ટોળા ઉમટી પડ્યા હતા અને એસ ટી બસ ના મુસાફરો પણ એસટી બસ માંથી ઉતરી પડ્યા હતા જેથી પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તમામ હકીકત જાણી એસ ટી બસ મુસાફરો સાથે અને ટોલ નાકા નાકા ના માણસો ને પણ પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યા હતા પોલીસ સ્ટેશનમાં મુસાફરો એ પણ પોલીસ ને જણાવેલ કે ડ્રાઇવર ની કોઈ ભૂલ નથી ડ્રાઇવર એ ટોલ નાકા ના નાણાં આપવાની વાત કરી હતી અને ટોલ નાકા ના અધિકારીઓ એ દાદાગીરી કરી હતી જેથી ટોલ નાકા ના માણસો ઉપર તમામ દોષનો ટોપલો આવતા કાયદેસર ની કાર્યવાહી ની વાત થતા ટોલ નાકા ના મેનેજર સહિત અનેક લોકો પોલીસ સ્ટેશનમાં આવી પહોંચ્યાં હતા અને મામલો થાળે પાડી કોઈપણ પ્રકારની કાર્યવાહી કર્યા વગર એસ ટી બસ ને રવાના કરી હતી જેથી અડધા કલાક થી વધુ મુસાફરો અટવાયા હતા.

[wptube id="1252022"]
Back to top button