KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાની નવી વસાહત-1 પ્રાથમિક શાળાની તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ મુલાકાત લીધી.

તારીખ ૧૬/૦૩/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના નવી વસાહત-૧ ની પ્રાથમિક શાળામાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ચેતનાબેન પરમાર ની શાળા મુલાકાત દરમિયાન ગ્રામજનો સાથે બાળ સુરક્ષા એકમ સંદર્ભે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો જેમાં બાળ લગ્ન, બાળમજૂરી,બાળકોના અધિકારો,પોસકો એક્ટ સહિત બાળકોને મળતા લાભો અને વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી બાળકોને જીવનમાં શિક્ષણ નું શું મહત્વ છે તેવી શિક્ષણની ઉપયોગીતા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જેમાં નવી વસાહત-૧ માં બાળકો શાળાએ નિયમિત આવતા નથી અને કેનાલમાં નાહવા પડે,બકરા ચરાવવા જાય છે અને ખેતીનું કામકાજ કરે એ બાબતે એસ.એમ.સી સભ્યો અને વાલીઓને જરૂરી સૂચનો અને માહિતી પૂરી પાડીને આપણા સૌના સહિયારા પ્રયાસથી બાળકોને તેમના વાલીઓ શાળામાં નિયમિત મોકલે તેવું આયોજન કરીએ તેમ સમજાવવામાં આવ્યા હતા અને બાળકોને શાળાએ લાવવા સતત પ્રયત્નો કરવા માટે ખુબ સુંદર માહિતી આપવામાં આવી હતી જેમાં બાળકોના યુનિટ ડિસિબિલિટી આઇડી કાર્ડ, બાળકોની પાલક માતા પિતાની યોજનાઓ અને મનોદ દિવ્યાંગ પેન્શન યોજના વિશે બેટી બચાવો અને બેટી પઢાવો જેવી વિવિધ યોજનાઓ ની માહિતી જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દિલીપભાઈ પરમારે ખુબ સુંદર રીતે સમજ આપી હતી જ્યાં ગામના વડીલોને જાગૃત કરવામાં આવ્યા હતા જેમાં કાર્યક્રમમાં મોટીસંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.સદર કાર્યક્રમ ખૂબ સુંદર રીતે પૂર્ણ કરવામાં આવ્યો અંતે શાળા ના આચાર્ય એ આવેલ આધિકારીઓ તેમજ ગ્રામજનો નો આભાર વ્યક્ત કર્યો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button