KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે એક ઈસમ સામે કાયદાકીય કાર્યવાહી કરી.

તારીખ ૦૯/૦૧/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
ચાઈનીઝ દોરી નાં ઉપયોગ થી દર વર્ષે મહામુલી માનવ જીંદગી અને પશુ પક્ષી ની જીંદગી જોખમાય છે ત્યારે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી મામલે લોકોમાં જાગૃતિ લાવવા માટે સોશિયલ મીડિયામાં અને જાહેરાતો અને ઇલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા દરવર્ષે કાર્યક્રમો યોજવામાં આવે છે ત્યારે કાલોલ પોલીસ સ્ટેશન સર્વેલન્સ નાં માણસો પોલીસ સ્ટેશન વિસ્તાર મા પેટ્રોલિંગ માં હતા ત્યારે તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે તાલુકાના બાકરોલ નવી નગરી ખાતે રહેતો નીતેશકુમાર નરવતભાઇ ગોહિલ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ની રિલો રાખી વેચાણ ઘંઘો કરે છે તે આધારે પોલીસે તપાસ કરતા રેડ કરતા અલગ અલગ બનાવટની ચાઇનીઝ રિલ નંગ ૪ જેની કુલ કિંમત રૂ ૮૦૦/ કબજે કરી જીલ્લા મેજિસ્ટ્રેટ નાં જાહેરનામા નાં ભંગ બદલ ની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

[wptube id="1252022"]









