KALOL(Panchamahal)PANCHMAHAL
KALOL:કાલોલ ની એમ જી એસ હાઇસ્કુલ ખાતે નવરાત્રી ની ભવ્ય ઊજવણી કરાઈ. શિક્ષકો વિધાર્થીઓ ગરબે ઘુમ્યા

તારીખ ૨૪/૧૦/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
નવરાત્રી ના તહેવારો ચાલી રહ્યા છે ત્યારે શાળા માં ભણતર ની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત ગતરોજ કાલોલ ની એમજીએસ હાઈસ્કુલ ખાતે વિદ્યાર્થીઓ ને ગરબે ઘુમવા નો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓ અવનવા વસ્ત્રો પરિધાન કરી ગરબે ઘુમવા આવ્યા હતા માતાજી ની આરતી આચાર્ય કે પી પટેલ અને સુપરવાઈઝર વી એ ચૌહાણ દ્વારા ઉતારી હતી ડી જે નાં તાલે વિદ્યાર્થીઓ ની સાથે શાળા ના શિક્ષકો અને સ્ટાફ પણ ગરબે ઘૂમ્યો હતો અને નયન રમ્ય દ્રશ્યો સર્જાયા હતા.
[wptube id="1252022"]









