KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ નગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ.દશ કિલો પ્લાસ્ટિક જપ્ત

તારીખ ૪/૧૧/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ

ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં સીંગલ યુઝ પ્લાસ્ટિકનાં ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવેલ છે અને આગામી તહેવારોની અનુલક્ષીને કાલોલ નગરપાલિકા દ્વારા પણ સીંગલ યુઝ પ્લાસ્ટિકનાં ઉપયોગ તેમજ ૭૫ માઈક્રોન થી ઓછી જડાઈ ધરાવતી પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવેલ છે. જે અંતર્ગત કાલોલ નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર મયુરભાઇ ગોહિલ તેમજ સ્ટાફ દ્વારા આજરોજ કાલોલ શહેરના મુખ્ય બજારો જેમાં ગોહ્યા બજાર, શાકમાર્કેટ અને ભાથીજી મંદિર પાસેના વિસ્તારમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા દુકાનો અને લારી ગલ્લા વાળા ઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવેલ.આ ચેકિંગ દરમ્યાન ૧૦ કિલો ૭૫ માઈક્રોનથી ઓછી જડાઈ ધરાવતી પ્લાસ્ટિકની થેલીઓ જપ્ત કરી ૧૮૦૦ રૂપિયા નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો

[wptube id="1252022"]
Back to top button