કાલોલ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ માં રાજ્ય કક્ષાના અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવણી સંપન્ન

તારીખ ૧૩ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૩ દરમિયાન કાલોલ તાલુકામાં રાજ્ય કક્ષાના અધિકારીઓ જેમાં ખુરશીદ અહેમદ (આઇ.પી.એસ.) એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ અને માનનીય શાલીની દુહાન (આઇ.એ.એસ.) ડેપ્યુટી સેક્રેટરી ઓફ ગવર્મેન્ટ ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ સચિવાલય ગાંધીનગર તથા જિલ્લા પંચાયત પ્રમુખ કુમારી કામિનીબેન સોલંકી જિલ્લા વિકાસ અધિકારી તથા જિલ્લાના અધિકારીઓ કાલોલ ૧૨૭ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ફતેસિંહજી ચૌહાણ, તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ,જિલ્લા પંચાયતના સદસ્યઓ તથા અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓની અધ્યક્ષતામાં કાલોલ તાલુકાનો પ્રવેશોત્સવ સફળતા પુર્વક શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો. પ્રવેશોત્સવ દરમિયાન તાલુકાની કુલ ૧૬૩ શાળાઓમાં આંગણવાડીના કુલ ૭૫૬ બાળકો બાલવાટિકાના કુલ ૨૧૯૯ બાળકો ધોરણ એકમાં કુલ ૨૪૮ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો.ધોરણ એક થી આઠ માં શાળા છોડી દીધેલા ૮ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો તાલુકાની ૧૩ શાળાઓમાં ટ્રાન્સપોર્ટેશન સુવિધા ની શરૂઆત કરવામાં આવી સરકારની ગાઈડલાઈન મુજબ કાલોલ તાલુકામાં આવનાર તમામ અધિકારી અને પદાધિકારી તથા મહાનુભાવો દ્વારા દરેક શાળામાં શિક્ષણના મહત્વ વિશે, વાલી જાગૃતિ સંદર્ભે,પર્યાવરણ બચાવો સંદર્ભે સરકારશ્રીની યોજનાઓ વિશે ખૂબ સરસ જાણકારી આપવામાં આવી. પ્રવેશોત્સવ દરમિયાન જુદી જુદી શાળાઓમાં વસ્તુ સ્વરૂપે તથા રોકડ સ્વરુપે મળી કુલ રૂ! ૫,૪૯,૦૦૦/- લોક સહકાર પેટે પ્રાપ્ત થયેલ છે. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિરેંદ્રસિંહ પરમાર, બીટ નિરિક્ષક તમામ અને બીઆરસી કૉ.ઓર્ડીનેટર દિનેશભાઈ પરમારના સતત પ્રેરણા અને માર્ગદર્શન થકી સમગ્ર પ્રવેશોત્સવમાં લાયઝન તરીકે ફરજ બજાવનાર તમામ સીઆરસી કો ઑ તથા આઈ.ઈ.ડી.સ્ટાફ,બીઆરપી મિત્રો તથા સમગ્ર શિક્ષા કાલોલના તમામ સ્ટાફની ખૂબ સારી કામગીરી તથા તમામ શાળાના આચાર્યઓ,સૌ શિક્ષક મિત્રો, એસ.એમ.સી.સભ્યો સૌના સાથ સહકારથી આ કાર્યક્રમ સુંદર રીતે પૂર્ણ થયેલ છે.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ સમગ્ર શિક્ષા પરિવાર બીઆરસી કાલોલ દ્વારા આપ સૌનો આભાર વ્યક્ત કરવામાં આવે છે.