હાલોલ:પોલીકેબ ઇન્ડિયા લિમિટેડ કંપની તેમજ હાલોલની મહિલાસ્ટાફ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ

તા.૯.માર્ચ
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
આંતરરાષ્ટ્રીય મહિલા દિન દર વર્ષે ૮મી માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે.સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાની અગત્યતાને ધ્યાનમાં લઈ તેમનામાં શિક્ષણનો વ્યાપ વધે તેમ જ તેઓ કુરિવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે તે માટેનું આયોજન કરવામાં આવે છે.વર્તમાન સમયમાં પણ ત્રીજા વિશ્વના દેશોમાં સ્ત્રી સાક્ષરતાનો દર ઘણો નીચો છે.જો કે મહિલાઓમાં જાગૃતિ પણ એટલા જ પ્રમાણમાં દેખાય રહી છે. આજે વિજ્ઞાન,ટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે.આમ છતાં ભારત દેશ અને એમાં ગુજરાત રાજ્યમાં પણ સરકાર કન્યા કેળવણી અભિયાન,બેટી બચાવો અભિયાન,સ્ત્રી ભ્રૂણહત્યા નિવારણ જેવા પ્રયાસ આદરી નારીઓના ઉત્થાનમાં યોગદાન કરી રહેલ છે. વર્તમાન સમયમાં અવકાશ સંશોધન અને રમત-ગમત જેવાં ક્ષેત્રોમાં પણ મહિલાઓએ પોતાની ક્ષમતા પુરવાર કરી રહી છે.આજે મહીલાઓ પુરૂષ સાથે ખભે ખભો મિલાવીને આગળ વધી રહી છે.સ્ત્રીઓ શક્તિનું સ્વરૂપ છે.સ્ત્રીઓ તેમના સમગ્ર જીવન દરમ્યાન પોતાના પરીવાર માટે ખૂબ જ સંઘર્ષ કરે છે.વર્તમાન સમયમાં સ્ત્રીઓના ઉત્થાન માટે લોકો પ્રયત્નશીલ બન્યા છે જેથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત હાલોલ ની પ્રસિદ્ધ પોલીકેબ ઈન્ડિયા લિમિટેડ કંપની તેમજ હાલોલની મહિલા સ્ટાફે (જેમ કે પારૂલબેન પટેલ,ચિત્રા દવે, માહી વિશ્નાની,મનીષા સતીજા,ક્રિષ્ના ગરાચ,ઉષા જયસ્વર,સોનલ પટેલ, ગાર્ગી વરિયા,સુરભી જોશી,તૃષા ભગત, બંસરી પંડ્યા અને હાલોલ તાલુકાના આદિવાસી ગામોની મહિલાઓ અને છોકરીઓ સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી હતી.જેમાં અલગ અલગ ગામો માં જઈને ૨૦૦ જેટલી મહિલા તેમજ કિશોરીઓ સાથે આરોગ્ય,શાળા છોડી દેનાર,વ્યસન મુક્તિ,સ્કિલ ડેવલોપમેન્ટ તેમજ ઓર્ગેનિક ખેતી વિષયો પર આધારિત વિવિધ પ્રવૃત્તિઓ અને ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમજ વિવિધ ફન પ્રવૃત્તિઓ પણ કરાવામાં આવી હતી. જેમાં મુખ્ય ઉદ્દેશ્ય ગામડાની મહિલાઓ અને છોકરીઓને સ્ત્રીત્વ અને તેની શક્તિની અનુભૂતિ માટે સશક્ત કરવાનો હતો.










