KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ શહેર ના વિવિધ બજારોમાં હોળી નિમિત્તે ધાણી-ખજુર ની ધૂમ ખરીદી જોવા મળી

તારીખ ૨૩/૦/૩/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
દર વર્ષે ફાગણ માસની પુનમના દિવસે માર્ચ મહિનામાં લોકપ્રિય હિન્દૂ તહેવાર તરીકે હોળીની ઉજવવામાં આવે છે.હોળી અને ધુલેટી માત્ર ભારત જ નહિ પરંતુ અન્ય દેશોમાં પણ ઉત્સાહ અને ઉમંગથી ઉજવણી કરવામાં આવે છે. હોળી રંગોનો તહેવાર છે. તે એકબીજા પર રંગ ઉડાવા પિચકારીઓ સાથે ખાસ ખજુર, ધાણી, દાળીયા,પતાસાની કાલોલ નગરનાં બજારોમાં ધૂમ ખરીદી જોવા મળી હતી જે આવતી કાલે રાત્રે હોલીકા દહનમાં ખજુર ધાણી દાળીયા પતાસા હોલીકામાં નાખવા આવે છે. જે હોળીના પર્વની ઉજવણીમાં આ વસ્તુઓનું ભારે મહત્વ હોય છે. ત્યારે કાલોલ શહેરના વિવિધ બજારોમાં ઘાણી, દાળીયા, ખજુર, પતાસાનાં ખરીદીથી બજારો છલકાઈ ગયા છે.ઠેર-ઠેર પતાસનાં હારડા, ધાણી, દાળીયા, ખજુર ની દુકાનો તેમજ લારી જોવા મળી રહી છે.


[wptube id="1252022"]









