હાલોલ તાલુકાના ગામોમાં વેકેશન દરમિયાન ઉડાન દ્વારા સરકારી શાળામાં બાળકોનો પ્રવેશ અભિયાનની સાથે બાળકો સાથે કાર્યશાળા યોજાઇ.

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૯.૫.૨૦૨૪
ઉડાન સંસ્થા દ્વારા હાલોલ તાલુકાના ગોપીપુરા, કાળીભોઇ અને જાંબુડીના અલગ અલગ ફળિયાઓમાં બાળકો સાથે પ્રવુતિ કરવામાં આવી હતી.જેમાં બાળકો ૧૦૦% શાળામાં પ્રવેશ મેળવે અને કોઈપણ બાળક ડ્રોપઆઉટ ન થાય સાથે સાથે બાળકોને શિક્ષણમાં રસ અને રુચિ જાગે તે હેતુથી બાળગીત, રમત, વાર્તા, ગણિત ની પ્રવુતિઓ, કહો અપની બાત, સપનાની શાળા, પોતાનું સપનું જેવી પ્રવુતિ વાલીઓ સાથે રાખી કરાવવામાં આવી હતી.બાળકો અને વાલીઓને ખુબ મજા આવી અને સાથે સાથે બધા જ બાળકો અને ખાસ કરીને દીકરીઓને ભણાવા પર ભાર મુકી સમજાવવામાં આવ્યા હતા અને શાળામાંથી બાળકોની યાદી લઈને તપાસ કરવામાં આવી કે બધા બાળકો શાળામાં પ્રવેશ મેળવેલ છે કે કેમ? પ્રવેશ ન મેળવેલ બાળક અને વાલીને સમજ આપી પ્રવેશ અંગેની સમજ આપવામાં આવી હતી.આ કાર્યશાળાનું આયોજન ઉડાન કાર્યક્મ ના રેહાના મકરાણી દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ગામના આંગણવાડી કાર્યકર, એસ.એમ.સી. અને વાલીઓનો સારો એવો સહકાર મળ્યો હતો.










