
રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૧૮.૭.૨૦૨૩
હાલોલ તાલુકાના પાંચ મહુડી ગામે એક પરિણીત યુવકે ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી હતી.યુવક અતુલ નરવતસિંહ પરમાર છૂટક કામ અને ખેતી કરી પોતાની માતા મણીબેન અને નાના ભાઈ અને તેની પત્ની સાથે રહેતો હતો. સુખી સંસાર માં એક દીકરી અને એક દીકરો હતા.આજે નાનો ભાઈ સવારે જીઆઇડીસી માં કામે ગયો હતો, તેની પત્ની પિયર માં હતી. સવારે ઘરે માતા અને પત્ની હતા પત્ની ખેતર માં કામ હોવાથી ખેતર માં ગઈ અને પોતે માતા સાથે હાલોલ બેન્ક ના કામે જવાનું પત્ની ને જણાવ્યું હતું.માતા મણીબેન ને એકલા હાલોલ મોકલી તે પાછળ આવે છે તેમ કહી તે ઘરે રોકાયો હતો. માતા હાલોલ જવા નીકળી અને પત્ની ખેતર માં જતા યુવકે ઘર માં જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. પત્ની ઘરે પહોંચતા પતિ ને ફાંસો ખાધેલી હાલત માં લટકેલો જોઈ બુમાબુમ કરતા આજુબાજુ ના ખેતર માંથી લોકો દોડી આવ્યા હતા. યુવક ની માતા હાલોલ બેન્ક માં તેની રાહ જોઈ રહી હતી. એટલે ગામ માંથી એક યુવક આવી તેની માતા ને અતુલ બેન્ક માં આવવાની ના પાડે છે. તમે ઘરે ચાલો તેમ કહી ઘરે લાવ્યો હતો. ત્યારે માતાને જાણ થઈ હતી કે હાલોલ આવવાનું કહી તેમના મોટા દીકરાએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.ગામ લોકોએ મૃતદેહ નીચે ઉતારી 108 એમ્બ્યુલન્સ ને જાણ કરતા અતુલ ને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા.જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો, હાલોલ રેફરલ હોસ્પિટલમાં મૃતક ની માતા અને પત્ની ના આક્રંદ મચાવી મુકતા વાતાવરણ ગમગીન બન્યું હતું. અતુલ ના લગ્ન પાવાગઢ નજીક રાયણવાડિયા ગામે થયા હતા અને તેને સંતાન માં બે દીકરા હતા દીકરી પછી દીકરા હતો અને પત્ની સાથે પણ કોઈ અણબનાવ ન હતો તેવું તેના પરિવારજનો જણાવી રહ્યા હતા.










