કાલોલ તાલુકામાં મનરેગા વિભાગમાં કુંવાની મંજૂરી માટે રૂ.૫૫,૦૦૦ ની માંગ નાં અરજદારે કર્યો જાહેરમાં આક્ષેપ.

તારીખ ૨૦ એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી યોજના અંતર ગત સામુહિક સિંચાઈ કુંવાની યોજનાનાં ખેડુત ને કુંવા બનાવવા માટે યોજના અનુસાર સામુહિક અને સિંગલ લાભાર્થી પણ યોજનાનો લાભ મનરેગા વિભાગ દ્વારા લાભાર્થીને લાભ આપવામાં આવતો હોય છે. સરકારની યોજનાનો લાભ લાભાર્થી લેવા માટે ગ્રામ પંચાયતમાંથી ઠરાવ કરી કાલોલ તાલુકા પંચાયત કચેરીની મનરેગા શાખા દ્વારા ઘટતી કામગીરી કરવામાં આવતી હોય છે.પરંતુ મંજૂરીની પ્રોસેસ માટે લાભાર્થી ને મનરેગા વિભાગનાં ટેક્નિક અને ગ્રામ રોજગાર સેવકને વિધિપુરી કરવા એડવાન્સ દક્ષિણા આપવી પડતી હોવાનાં આક્ષેપો અરજદાર દ્વારા કરવામાં આવતાં હોય છે. એવુંજ કાંઈક કાલોલ તાલુકાના ઝેરનામુવાડાનાં ભગવાનસિંહ સામંતસિંહ રાઠોડ સાથે બન્યું હોવાનો તેમને કાલોલ મનરેગા વિભાગમાં આવી કર્યો છે. ગામ ઝેરનામુવાડા ખાતે રહેતાં ભગવાનસિંહ રાઠોડનું કહેવું છે કે તેમને યોજનાનો લાભ લેવા માટે અરજી કરી અને તેની મંજૂરી માટે કાલોલ તાલુકા પંચાયતમાં મનરેગા વિભાગમાં કામ કરતાં ટેક્નિક જયરાજ શ્રીમાળી અને ગ્રામ રોજગાર સેવક ઈશ્વરભાઈ દ્વારા અરજદાર પાસેથી રૂ.૩૫,૦૦૦/- હજાર લીધેલ છે અને રૂ. ૨૦,૦૦૦/- હજાર વધુની માંગણી કરતાં અરજદાર રોષે ભરાઈ કાલોલ તાલુકા પંચાયત ખાતે આવી હોબાળો મચાવતા ટેક્નિક અને ગ્રામ રોજગાર સેવક કચેરી છોડી ભાગ્યા.કાલોલ મનરેગા આક્ષેપ કરેલ છે.અરજદારનાં આક્ષેપને લઈ મનરેગા વિભાગની ટીમમાં દોડધામ મચી ગઈ.











