હાલોલમાં વિશ્વામિત્રી કોતરોની અવદશા આફત બને તેવી દહેશત,પાલિકા દ્વારા પ્રી-મોન્સૂન કામગીરી ન કરાતા સ્થિતિ ચિંતાજનક

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૮.૭.૨૦૨૩
સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપરના વહેતા ઝરણાઓ અને ધોધ માંથી ખળભળ વહેતી વિશ્વામિત્રી નદીને પુનઃ જીવિત કરવા માટે ‘વહો વિશ્વામિત્રી’ માટેનું એક જાગૃત અભિયાન છેલ્લા 14 વર્ષ થી શરૂ થયું છે. અને આ અભિયાન સાથે જોડાયેલા અનેક લોકો વિશ્વામિત્રી ને વહેતી કરવા અનેક કાર્યક્રમો પણ કરવામાં આવે છે. ત્યારે હાલોલ નગર માંથી પસાર થતી આ વિશ્વામિત્રી નદી ની ગંદકી જોતા આ અભિયાન સાર્થક થશે કે કેમ તે અંગે અનેક સવાલો પણ ઉભા થઇ રહ્યા છે. પાવાગઢ ને તપોભૂમિ બનાવી અહીં તપ કરનાર ઋષિ વિશ્વામિત્રીએ ડુંગરના પાણી ને વહેતા કરી વિશ્વામિત્રી નદી વહેતી કરી હતી.અને તે પાવાગઢ થી નીકળી વ્યાસેશ્વર, વડોદરા, પાદરા થઈ પિંગલવાળા સુધી ના 140 કિમી સુધી વહેતી હતી આજે આ નદી માત્ર ચોમાસા પૂરતી જ વહે છે. આ નદી ને બારેમાસ વહેતી રાખવા માટે વહો વિશ્વામિત્રી અભિયાન શરૂ થયું હતું. પરંતુ પાવાગઢ ડુંગરો ઉપરથી ઉતરીને હાલોલના પાવાગઢ રોડ, કસ્બા માં થઈ લીમડી ફળીયાના કોતર માંથી વિશ્વામિત્રીના વહેતા પાણી સ્વચ્છતા અને સરળતા વચ્ચે પસાર થાય આ માટે હાલોલ નગર પાલિકાના સત્તાધીશોને પ્રિમોન્સૂન કામગીરીઓમાં કેનાલો સાફ કરવામાં જાણે કે રસ જ ના હોય તો વહો વિશ્વામિત્રીનું અભિયાન તો સાર્થક જ નહિ થાય સાથોસાથ વિશ્વામિત્રી કોતરના પાણી રોડ ઉપર વહેતા થાય એવી દહેશતો વ્યક્ત થઈ રહી છે.ઐતિહાસિક પાવાગઢ ડુંગર ઉપરની ગોદ માંથી વર્ષાઋતુના વહેતા પાણી વિશ્વામિત્રી નદીમાં વહેતા હોય છે, એમાં હાલોલ ખાતે લીમડી ફળીયા અને જૈન દેરાસરની બાજુમાં આવેલા વિશ્વામિત્રી કોતરથી ઓળખાતા આ નાળામાંથી પાણી વહેતા હોય છે. આ કોતરના નાળાને પ્રિમોન્સૂન કામગીરીઓમાં સાફ સફાઈના અભાવના પગલે કચરાઓના ઢગલાઓથી આ નાળાનો રસ્તો પણ અવરોધ બની ગયો હોવાના દેખાતા આ દ્રશ્યોમાં વહો વિશ્વામિત્રીના આ પાણી રોડ ઉપર ફરી વળે એવી દહેશતો વ્યક્ત થઈ રહી છે.જ્યારે લીમડી ફળિયા નાં નાળા ઉપર ઘની રજૂઆતો કરવામાં આવી હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા આ નાળા ઉપર કોઈપણ પ્રકારની સેફ્ટી રેલીંગ બનાવવામાં આવતી નથી જેને કારણે છાસવારે નાના મોટા અકસ્માતો સર્જાય છે આ પુલ ની આજુબાજુ વરસાદી મોસમ ને ઝાળી ઝાંખરા ઉઘી જવાથી રાહદારીઓને તેમજ વાહન ચાલકો ને સરદ ચૂકથી આ ખાડામાં ખાબકે છે. તદ ઉપરાંત આ વિસ્તારના નાણાં બાળકો પણ આ પુલ રમતા હોય છે તેઓ પણ ઘણીવાર સેફ્ટી ગ્રિલ ન હોવાને કારણે રમતા છોકરા ઓ પણ તેમાં પડી જવાના બનાવો પણ બન્યા છે.જેને લઇ વહિવટી તંત્ર દ્વારા વહેલી તકે આ જગ્યા ઉપર રેલીંગ બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.










