KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ નગરપાલિકા નો વહીવટ રામ ભરોસે! માત્ર બે જ કર્મચારી વડે વહીવટ કેવી રીતે થાય ?

તારીખ ૧૨ મે

વાત્સલ્યમ્ સમાચાર

 

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નગર પાલિકા ની મુદત ફેબ્રુઆરી ૨૦૨૩ માં પુરી થયા બાદ કાલોલ સહિત ૭૬ નગરપાલિકાઓ મા હાલ વહીવટદાર નું શાસન ચાલી રહ્યુ છે. કાલોલ નગરમાં સફાઈ અને રોડ રસ્તાના પ્રશ્નો નો કોઈ યોગ્ય ઉકેલ થયો નથી પાલિકાના કર્મચારીઓ મા પણ પગાર અને નિવૃત્તિ બાદ નાં નાણા મેળવવવા બાબતે ભારે અસંતોષ જોવા મળે છે.હાલમા જ પાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે પણ હાલોલ ખાતે બદલી થયા બાદ ઈનચાર્જ તરીકે નો ચાર્જ છોડ્યો હોવાની માહીતી મળી રહી છે ત્યારે નવા ચીફ ઓફિસર ની નિમણુક જલદી થાય અને વહીવટી ગુંચ ઉકેલાય તેવી સમગ્ર કાલોલ નગર ની માંગ છે હાલ માં કાલોલ નગરપાલિકા નાં એન્જીનીયર મનોજ પટેલે સ્વૈચ્છિક નિવૃત્તિ મેળવી છે પાલિકા માં એકાઉન્ટન્ટ ની જગ્યા પણ ખાલી છે. ત્યારે સેનેટરી ઇન્સ્પેકટર અને જુનિયર કારકુન એમ કુલ મળીને બે કર્મચારીઓ ને માથે આખી પાલિકાની જવાબદારી છે વહીવટદાર તરીકે નીમાયેલા હાલોલ મામલતદાર ભાગ્યેજ કાલોલ નગરપાલિકામાં આવે છે તેવા સંજોગોમાં કાલોલ નગરપાલિકા નધણીયાત હાલતમા જોવા મળે છે ત્યારે કાલોલ ના જાગૃત ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ આ બાબતે સંજ્ઞાન લઈ કાલોલ નગરમા વહેલી તકે ચીફ ઓફિસર અને એન્જીનીયર સહિત સિનિયર કલાર્ક ની નિમણુક કરાવવામાં તંત્ર સમક્ષ ધારદાર રજુઆત કરી ઉકેલ લાવે તેવી પાલિકા કર્મચારીઓ અને નગરજનો ની માંગ છે.

[wptube id="1252022"]
Back to top button