નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહજી ઠાકોર નું સન્માન

તારીખ ૨૩ જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકા પંચાયત ના યુવા અને ઉત્સાહી પ્રમુખ જયદેવસિંહજી ઠાકોર ની “સહકાર ભારતી” ના ડિરેક્ટર તરીકે નિમણૂંક થતાં નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ દ્વારા કાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરી ફૂલહાર તથા પૂષ્પગુચ્છ દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યુ આજના કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્રભાઈ જોષી, પંચમહાલ જિલ્લા ઉપાધ્યક્ષ અતુલભાઈ પંડ્યા,રાજેશભાઈ પરમાર,યુવા અધ્યક્ષ વાઘાભાઈ ભરવાડ,મહિલા અધ્યક્ષ ભારતીબેન જોષી,મમતાબેન ભટ્ટ, તાલુકા હોદ્દેદારો ભારતસિંહ, છત્રસિંહ,નગર ના અગ્રણી હસમુખભાઈ મકવાણા (વકીલ) વગેરે ઉપસ્થિત રહ્યા તથા પ્રમુખ જયદેવસિંહને આવનારા દિવસોમાં વધુ ને વધુ પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ પાઠવી પ્રમુખ જયદેવસિંહ એ નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા કરેલ સન્માન તથા પાઠવેલ શુભેચ્છાઓ પોતાને પ્રજાલક્ષી કામગીરી તથા માનનિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા છેવાડાના નાગરિક માટે થયેલ આયોજનને ઘર ઘર સુધી પહોંચાડવા પ્રોત્સાહન પુરું પાડશે તેમ કહી મંચ ના તમામ હોદ્દેદારો નો આભાર વ્યક્ત કર્યો હતો.










