HALOLPANCHMAHAL

હાલોલની જેપૂરા શાળામાં હોળી ધુળેટી પર્વની ઉજવણી કરાઇ.

તા.૩.માર્ચ

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ તાલુકાની જેપુરા શાળામાં બાળકોને હોળી ધુળેટી પૂર્વે ખજૂર, ધાણી, શીંગ, ચણાનું વિતરણ કરવામાં આવ્યું હતું.પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ જેપુરા પ્રાથમિક શાળામાં પાવાગઢ ના પૂર્વ આચાર્ય મોહનસિંહ રાઠોડ દ્વારા શાળાના તમામ બાળકોને હોળી ધુળેટી નાં તહેવાર પ્રસંગે ખજૂર, ધાણી, શીંગ ,ચણા,ખવડાવવામાં આવ્યા હતા જેને લઇ બાળકોને ખૂબ મજા આવી હતી અને બાળકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.જ્યારે શાળા ના આચાર્ય અતુલકુમાર પંચાલે તેમજ તમામ સ્ટાફે મોહનસિંહ રાઠોડ નો આભાર માન્યો હતો.આ પ્રસંગે શાળાના આચાર્ય શિક્ષકો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button