HALOLPANCHMAHAL

હાલોલ:સાગા બે માસુમ બાળકને કુવામાં ફેંકી હત્યા કરવા બદલ માતાને આજીવન કારાવાસની સજા

તા.૫.મે

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ તાલુકાના રાયણવાડિયા ગામે કોરોના કાળ દરમ્યાન બનેલી ઘટના માં સગી માં એ પોતાના બે બાળકો ને પાણીના 20 ફૂટ ના ઉડ્ડા કુવામાં ફેંકી દઈ ભાગી છૂટતા બંને માસુમ બાળક ના મોત નિપજ્યા હતા.બનાવ અંગે આરોપીના પતિ અને માસુમ બાળક ના પિતા એ પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ જે કેસ હાલોલ એડીશનલ સેશન કોર્ટ માં કેસ ચાલી જતા આરોપી માતાને આજીવન કેદ ની સજા ફટકારતા પંથક માં ચકચાર મચી જવા પામી હતી.બનાવ ની વિગત એવી છે કે આથી અઢી વર્ષ પહેલા તા. 21મી મેં ના રોજ હાલોલ તાલુકાના રાયણવાડિયા ગામે રહેતા પ્રતાપભાઈ ખીમજીભાઈ રાઠવા તેમની પત્ની ચંપાબેન અને 9 વર્ષ નો પ્રદીપ અને 7 વર્ષ નો પ્રતીક હાજર હતા.જયારે 11 વર્ષ ની દીકરી અપીબેન તેમનાભાઇ ના ઘરે હતી. દરમ્યાન સાંજના સમયે જમવા બાબતે પતિ પત્ની વચ્ચે ઝગડો થયો હતો.જેને લઇ આરોપી ચંપાબેને તેમના પિતાને ફોન કર્યો હતો.ત્યાર બાદ ચંપાબેન પ્રદીપ અને પ્રતીક બંને છોકરાઓ ને લઇ જતી રહી હતી.જેથી પ્રતાપભાઈને લાગ્યું કે તેના પિતાના ઘરે નાઠકુવા જતી રહી હાશે.ત્યાર બાદ ઘર થી થોડે ક દૂર આવેલ ખેતરમાં બુમાબુમ થતા પ્રતાપભાઈ ત્યાં જોવા ગયા હતા ત્યારે તે ખેતર માં રહેતા રઈજીભાઈ વીરસીંગભાઇ રાઠવા એ જણાવ્યું હતું કે હું રોડ ઉપર હતો ત્યારે તારી પત્ની ચંપા બે છોકરાને કુવામાં નાખી ભાગી ગઈ છે.જેથી મેં બુમાબુમ કરી મુક્ત આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.ત્યાર બાદ સ્થાનિક લોકો અને હાલોલ થી ફાયર ફાયટર ની ટીમ ને બોલાવી 20 ફૂટ ઉંડા પાણીના કુવામાંથી બહાર કાઢેલ પરંતુ બંને બાળકોના પાણીમાં શ્વાસ રૂંધાઇ જતા મોત નિપજ્યા હતા.બનાવ અંગે પાવાગઢ પોલીસ ને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવી પ્રાથમિક તપાસ બાદ બંને બાળકો ને હાલોલ રેફરલ હોસ્પીટલ ખાતે પી એમ કરાવી ચંપાબેન વિરુદ્ધ હત્યા નો ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી.

આ કેસ હાલોલ ની એલ.જી. ચુડાસમા સાહેબ ની એડીશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા અને સરકારી વકીલ આર.ડી.શુક્લાની ધારદાર રજુવાત અને પોલીસ દ્વારા નક્કર પુરાવા રજુ કરતા નામદાર કોર્ટે ચંપાબેનને પોતાના બે માસુમ બાળકોની હત્યા બાદલ આજીવન કારાવાસ જેલ ની સજા અને રૂ 5000/- નો દંડ અને જો દંડ ના ભારે તો વધુ છ માસ ની સજા ફટકારવામાં આવી છે.પોતાના સગા બે માસુમ બાળકો ને કુવામાં હત્યા કરી દેનાર માતાને આજીવન કારાવાસ ની સજા ફટકારતા નાનકડા ગામ સહીત પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

[wptube id="1252022"]
Back to top button