HALOLPANCHMAHAL

હાલોલ:દર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પાનેલાવ ગામે દ્વિતીય સમૂહ લગ્નોત્સવ યોજાયો

તા.૨૩.ફેબ્રુઆરી

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ તાલુકાના પાનેલાવ ગામે દર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ નાં પ્રમુખ કૃણાલભાઈ ભાટિયા સહિત ટ્રસ્ટના અગ્રણીઓના સોજન્યથી દ્રિતીય સમુહ લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૪ જેટલા નવ દંપતીઓ એ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.કાર્યક્ર્મ ની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી.આ પ્રસંગે કંજરી રામજી મંદિર નાં પ.પૂ.મહંત શ્રી રામચરન દાસજી મહારાજ,હાલોલ તાલુકા પંચાયત નાં પ્રમુખ મહેન્દ્રભાઈ ચાવડા,પ્રવીણભાઈ પરમાર, પરમાનંદ સોની, પાનેલાવ ગામના સરપંચ સહિત દર્પણ ચેરીટેબલ ટ્રસ્ટના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.જેમાં પાનેલાવ ગામ સહિત આસપાસના ગામોનાં ગ્રામજનોએ ભવ્ય સમુહ લગ્નોત્સવ માન્યો હતો.જેમાં પ્રભુતામાં પગલાં પાડી દામ્પત્ય જીવન ની શુભ શરૂઆત કરનાર ૪ જેટલા જોડાઓને દર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ અને દાતાઓ દ્વારા કન્યાદાન કરી કરિયાવર સહિત વિવિધ પ્રકારની ભેટ સોંગાદો આપવામાં આવી હતી.જેમાં ૪ જેટલા નવ દંપતીઓ ને પ.પૂ. મહંત શ્રી રામચરણ દાસજી મહારાજ તેમજ અગ્રણીઓ દ્વારા આશીર્વાદ પાઠવી સુખી લગ્ન જીવન ની શુભેચ્છાઓ પાઠવી હતી અને દ્રિતીય સમુહ લગ્નોત્સવ નું આયોજન સફળતા પૂર્વક દર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button