
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
રામનવમી એ વસંતઋતુમાં આવતો હિંદુઓનો તહેવાર છે.રામનવમીનાં પર્વ નિમિત્તે ભગવાન રામનો જન્મદિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.ત્યારે
ઉદવાડાનાં રહેવાસી દેવાંગભાઇ દેસાઈ અને પ્રાચિબેન દેસાઈ તરફથી ભારતીય જનસેવા સંસ્થાન સંચાલિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા પિંપરીનાં વિદ્યાર્થીઓને રસ,પુરી, ઈદડાનું ભોજન કરાવી રામ નવમીની ઊજવણી કરી હતી.આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી ધર્મેન્દ્રસિંહ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા.
અહી વિદ્યાર્થીઓને રામનવમીનો પર્વ કેમ ઉજવવામાં આવે છે.જે બાબતોથી માહિતગાર કર્યા હતા.અને સૌને રામનવમી નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી.પીંપરી ખાતે રામ નવમીનાં પર્વ નિમિત્તે શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા રામ ભજન રજૂ કરતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જવા પામ્યુ હતુ….
[wptube id="1252022"]





