હાલોલ રૂરલ પોલીસે રામેશરા ગામે નર્મદા કેનાલ પાસેથી વિદેશી દારૂનાં જથ્થા સહિત 3,40,800/- રૂ.નો મુદ્દામાલ ઝડપ્યો,એક ખેપિયાની ધરપકડ

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૨.૩.૨૦૨૪
હાલોલ રૂરલ પોલીસને મળેલ બાતમી ના આધારે હાલોલ ના રામેશરા ગામે નર્મદા કેનાલ પાસેથી રુપિયા 40,800/-નો વિદેશી દારૂ, રુપિયા 3 લાખ ની કાર સાથે એક આરોપીને ઝડપી પાડી પ્રોહિબિશન નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ હાલોલ રૂરલ પોલીસ મથક ના પી.આઈ આર. એ.જાડેજા ને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક ઇકો સ્પોસ્ટ ગાડીમાં ભારતીય બનાવટ નો વિદેશી દારુ નો જથ્થો લઇ રામેશરા ગામે નર્મદા કેનાલ પુલ તરફથી જવાની છે.જે બાતમી ના આધારે તેમને પોલીસ ટીમ બનાવી રામેશરા નર્મદા કેનાલ પુલ પાસે વોચમાં હતા.દરમ્યાન બાતમીવાળી કાર આવતા પોલીસે તે કારને રોકી કારમાં તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનાં બિયર ટીન નંગ 408 જેની કિંમત રૂ 40,800/- નો જથ્થો મળી આવતા પોલીસે 3 લાખની કાર સહીત 40,800/- ના મુદ્દામાલ સાથે જયેન્દ્રભાઈ રમેશભાઈ ગોહિલ રહે.બાકરોલ રણછોડ ભગત ફળિયું તા.કાલોલ નાઓને ઝડપી અન્ય ત્રણ ઈસમો તેરસિંગભાઈ નાનસિંગભાઈ દુભીલ રહે. નાનાવટ તા.નસવાડી જી. છોટાઉદેપુર,દિનેશભાઈ રહે.મેવલી તા.સાવલી તેમજ અનિલભાઈ ભૂપતભાઇ ચાવડા રહે.સીતાપુર લોટના તા.સાવલી નાંઓને વોન્ટેડ જાહેર કરી ચારેય ઈસમો સામે પ્રોહિબિશન નો ગુનો નોંધી એક ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.પોલીસની રેડ ના સમાચાર વાયુવેગે ફેલાતા તાલુકાના અન્ય બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.










