
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૬.૬.૨૦૨૪
પંચમહાલ જીલ્લાના હાલોલ ગોધરા રોડ પર આવેલી એમ.જી.એમ.સ્કુલ અંગ્રેજી માધ્યમની શાળાને પંચમહાલ જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી કરવામા આવી છે.જેને લઈને જીલ્લા શિક્ષણ અધિકારી કચેરી ગોધરા દ્વારા શાળાને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામા આવ્યા હતા.શાળાતંત્રને સિધ્ધી મેળવા બદલ શાળાના વિધાર્થીઓ,આચાર્ય,શિક્ષકગણ તેમજ સંચાલક મંડળને શુભકામનાઓ પાઠવવામાં આવી છે,પ્રમાણપત્રમા જણાવાયુ છે કે પંચમહાલ જીલ્લાની જ શ્રેષ્ઠશાળા પુરતી સિમીત ના રહે પરંતુ રાજય અને રાષ્ટ્રીય સ્તરે વિદ્યાર્થીઓના સર્વાગી વિકાસ માટે શાળા કાર્ય કરે અને શાળા ઉત્તરોત્તર વિકાસ થાય અને જીલ્લાનુ નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.

[wptube id="1252022"]









