હાલોલ મદ્રસએ ફૈઝે મોઈને મિલ્લત દ્વારા ઇસ્લામિક નોલેજની જાગૃતિ કેળવવા માટે સ્પર્ધા યોજાઇ

રિપોર્ટર.કાદીર દાઢી.હાલોલ
તા.૮.૪.૨૦૨૪
આજે મુસ્લિમ સ્ટુડન્ટમાં દુન્યવી જ્ઞાન ની સાથે સાચું દીની જ્ઞાન હોવું ખુબ જરૂરી છે. જે અંતર્ગત ઇસ્લામિક નોલેજ સ્પર્ધાનું આયોજન યાદગારે હાફેઝા સૈયદા આરામ બેગમ કાદરી અઝીમી દીની માલુમાત ૨૦૨૪ અંતર્ગત મદ્રસએ ફૈઝે મોઈને મિલ્લત દ્વારા સ્પર્ધાનું આયોજન તા.૮ એપ્રિલ સોમવારે કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધાનો મુખ્ય હેતુ યુવાનો તેમજ સાથે સાથે વાલીઓમાં પણ ઇસ્લામિક જ્ઞાન વધે.અને વિસ્તારમાં ઇસ્લામિક સ્પર્ધા બાબતની જાગૃતિ આવે તે આશયથી આ સ્પર્ધા યોજાઈ હતી.સ્પર્ધામાં હાલોલના વિવિધ મુસ્લિમ યુવાનોએ નામ નોંધણી કરાવી હતી.જેઓની પરિક્ષાનુ લેખિત વિકલ્પવાળું પ્રશ્નપત્રક બહાર પાડી દરેક યુવાનોને આપવામાં આવ્યુ હતું અને યુવાનોએ ઉત્સાહભેર લખ્યું હતું.જેમાં હાલોલના મદ્રસએ ફૈઝે મોઈને મિલ્લત ના હાફિઝ મોઈનુલ કાદરીની હાજરીમા યુવાનો દ્વારા ઉત્સાહભેર પરીક્ષા આપી હતી.અને આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને આગામી દિવસોમાં ઈનામ વિતરણ પણ કરવામાં આવશે.










