
તા.૧૦.એપ્રિલ
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
હાલોલ નગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલી ભુગર્ભ ગટર યોજના સાથે તે પછી ટોલનાકા થી ગોધરા રોડ સુધીના રોડની વિજિલન્સ તપાસ તથા જો ભુગર્ભ ગટર યોજના ફ્લોપ નીવડી હોય તો જે તે લાગતા વળગતા અધિકારીઓ ઉપર ભ્રષ્ટાચાર ની ફરિયાદ કરવા બાબતે હાલોલ વિધાનસભા આમ આદમી પાર્ટી દ્વારા આજે હાલોલ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ.હાલોલ વિધાનસભા આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવેલા આવેદન પત્રમાં જણાવ્યું હતું કે હાલોલ નગરમાં છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમય થી નગરમાં ૧૦૦ કરોડથી પણ વધુ રકમની ભુગર્ભ ગટર યોજના નું કામ ચાલે છે.આ કામગીરી થી સમગ્ર હાલોલની જનતા ત્રાસી ગઈ છે નગરના મુખ્ય માર્ગો તો ઠીક પણ સોસાયટીઓના અંદર નાં રસ્તા પણ સારા રેહવ દીધા નથી જ્યાં જુએ ત્યાં મોટા ખાડા દેખાઈ છે.ઉપરાંત તાજેતરમાં આરસીસી રોડ કંજરી રોડ ઉપર બનાવવામાં આવ્યો છે.તે પણ ઉખડવા માંડ્યો છે.તેમાં કટાયેલા ભગાર સળિયા અને ધારા ધોરણ મુજબની ચોકડીઓ પણ કરેલી નથી તે કામગીરી માં હલકી ગુણવત્તાનું પ્રમાણ દર્શાવે છે.મુખ્ય માર્ગનાં વિસ્તારોમાં તો રોડ બનાવવાની કામગીરી કરેલ હતી ત્યાં પણ સાગવડ પથરા અને માટીના થરો વારંવાર બદલે છે.ટૂંકમાં રોડ બનાવવાની કામગીરી માં હલકા મટીરીયલ વાપરવામાં આવી રહ્યા છે.જેમાં પણ હલકી ગુણવત્તાનું પ્રમાણ દેખાઈ છે.આ કામ માં ઉપયોગમાં લીધેલાં ભૂંગળા પણ અલગ અલગ માપના છે અને તેની નીચે યોગ્યતા મુજબની ગાદી પણ બનાવવામાં આવી નથી.આ બધી કામગીરી ટેન્ડરમાં દર્શાવી અને મટીરીયલ થી વિપરીત હોય તેવું જણાઈ આવે છે.આવી કામગીરી ને લઇ અતિશય ધૂળ ઉડે છે. જેને લઇ નગરના રહીશોને સ્વસ્થ સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે.અને લોકોને શરદી ખાંસી અને સ્વસ્થ સંબધી બીમારીઓના પ્રમાણ પણ વધી રહ્યા છે.આ બાબતે વારંવાર પાર્ટી દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી.છતાં તેનું પરિણામ શૂન્ય સાબિત થઈ રહ્યું છે.જેને લઇ આજરોજ આ વિષય અનુસંધાને આમ આદમી પાર્ટી દ્વારા આવેદન પત્ર આપી આ સમગ્ર કામગીરી પર વિજિલન્સ ની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.ઉપરાંત સરકારની ગ્રાન્ટ નો ખુલ્લો દૂર ઉપયોગ થયો હોય તેવું જણાઈ રહ્યું છે.જેને લઇ આ કામોમાં દોષિત કર્મચારીઓ અને કોન્ટ્રાકટરો ઉપર પણ ન્યાયિક તપાસ કરી સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.આવનાર તેહવારો સુધી નક્કર પગલાં ભરવામાં નહીં આવે તો આમ આદમી પરિવાર ઓફિસ પટાંગણ માં પ્રતીક ઉપવાસ/ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનમાં બેસીસુ તેમ પણ આવેદન પત્રમાં જણાવ્યું હતું.