હાલોલ:મહિલાને તેના પાડોશી દ્વારા કુહાડીના હાથા વડે માર મારતાં હાલોલ 181 અભયમ્ મદદે પોહોચી

તા.૨૨.જૂન
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના એક સીટી નજીકના ગામમાં થી પીડિતા બહેનનો મદદ માટે 181 અભયમ્ માં કૉલ આવેલ અને જણાવેલ કે મારા પાડોશી મને ખૂબજ મારપીટ કરે છે જલ્દી આવો તેમ જણાવતા હાલોલ 181 ટીમ ત્વરિત ધટના સ્થળે દોડી ગયેલ અને પછી 181 અભયમ ટીમના કાઉન્સેલર દ્વારા પીડિતા નું કાઉન્સિલીંગ કર્યું.મહિલાના પતિનું મૃત્યું થયેલ છે તેના ત્રણ બાળકો છે પોતે હાલોલ એક ખાનગી કંપનીમાં કામ કરી ઘરનું ગુજરાન ચલાવે છે તેમના ઘરે તેના ફોઈ નો દીકરો રહે છે તે તેના મીત્રો સાથે મિત્રતા માં પાડોશી નાં છોકરા સાથે ગયેલ તેમાં તેના મિત્રએ પાકી કેરી ખાવા માટે આપેલ તેમાં તેનાં ઘરના લોકોએ કેરીની ચોરી માથે પાડી બહેનના ઘરે આવી ઝઘડો કરી ગાળો બોલે અને તે પડોશી ભાઈ એ મહિલાને કુહાડી લયને મારઝુડ કરવા આવેલ કુહાડીના હાથા વડે બહેનના કમ્મર, સાથળ જેવા ભાગ પર ખુબજ માર માર્યો હતો.તેના પડોશી ભાઈએ બહેનને ઘરમાથી ધસેડી લય જઈ ખૂબજ માર મારેલ અને તેમને પગમાં ઇજા થઇ હોવાથી ચાલી પણ સકાઈ તેમ પણ ન હતું.181 ટીમના કાઉન્સેલર મધુબેન તથા મહીલા કોન્સ્ટેબલ નયનાબેન દ્વારા વધુ કાઉન્સિલિંગ કરતા જાણ્યું કે તેના પતિ નું મૃત્યુ થયા બાદ આ બહેન હાલોલ કંપની મા જઇ તેના ત્રણ બાળકોનું ભરણ પોષણ પૂરું પાડી ઘર ચલાવે છે તેથી મહિલાને અવાર-નવાર હેરાન કરતા હતા.તેના ઘરમાં સાસુ- સસરા કોઈ રહેતા નથી.તેના ફોઈનો 16 વર્ષનો દીકરો અને ત્રણ નાના દીકરી એક દિકરો હોવાથી મજબૂરીથી પાડોશીનો અત્યાચાર સહન કરતાંતા.181ની ટીમે સ્થળ પર પહોંચી તેમના પડોશી ને સમજાવેલ કે બહેનને તેના પતિનું મૃત્યુ થયું છે વિધવા મહિલા પર હાથ નય ઉપાડવો જોઈએ.અને બાળકોના ભવિષ્યને ધ્યાને લઈ પડોશી સાથે હળીમળીને રહેવુ તે માટે પડોશી ભાઈને અસરકારક સલાહ આપી હતી.પરંતુ પડોશી સમજે તેમ ન હતાં પછી કાયદાકિય માહિતી આપી, મહિલા ને સલાહ,સુચન અને માર્ગદર્શન આપેલ.પરંતું પીડિતાના બહેનના સાથળ નાં ભાગે સોજો આવી ગયો હતો. ચાલી શકાતું ન હતું. તેથી પડિતાની સારવાર માટે 108 બોલાવેલ પછી 108 દ્વારા પીડિતાને સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.મહિલાને ખુબજ માનસિક શારીરિક ત્રાસ હોવાથી તથા પાડોશી નો માર સહન ન થતા બનેનને 181 અભયમ્ મહિલા હેલ્પલાઇન વિશે ની માહિતી મળતા મદદ માંગી હતી.181ની ટીમે સ્થળ પર પહોંચી બહેનને સાંત્વના આપી પ્રાથમિક સારવાર આપી હતી.સલાહ સુચન અને માર્ગદર્શન આપેલ અને તેના બાળકોનો અભ્યાસ ન બગડે તેમનું ઘ્યાન રાખવું સમજાવેલ. ત્યારબાદ બહેન આગળની કાર્યવાહી કરવા માંગતા હતા.તેથી મહીલા પોલીસ સ્ટેશનની માહિતી આપી ત્યારબાદ મહિલા દ્વારા તેની સારવાર બાદ આગળની કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું.પીડિતા બહેન ની હોસ્પિટલ સારવાર કર્યા બાદ આ બહેને 181 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.










