JETPURRAJKOT

રાજકોટ શહેરના 50મા કલેક્ટર તરીકે પ્રભવ જોશીએ સંભાળ્યો કાર્યભાર

તા.૩ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

ગુજરાત રાજ્યના રાજકોટ શહેરને નવા કલેક્ટર મળી ગયા છે. મળતા અહેવાલ પ્રમાણએ રાજકોટના કલેક્ટર તરીકે પ્રભવ જોશીએ વિધિવત રીતે કાર્યભાર સંભાળ્યો છે. રાજકોટ જિલ્લાના 50મા કલેક્ટર તરીકે પ્રભવ જોશીની નિયુક્તિ કરવામાં આવી છે. પ્રભવ જોશીની વાત કરીએ તો તેઓ અગાઉ રાજકોટના આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે પણ ફરજ નિભાવી ચૂક્યા છે.કલેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ પ્રભવ જોશીએ કહ્યું કે. તેઓ આગામી દિવસોમાં હિરાસર એરપોર્ટ, એઈમ્સ સહિતના પ્રોજ્કટ પર વધુ ધ્યાન આપશે.

[wptube id="1252022"]
Back to top button