કાલોલ શહેર ના કલરવ બંગલા ની જાળી કાપી સોનાના દાગીના અને ૧૩૬૦ અમેરીકન ડોલર ની ચોરી.

તારીખ ૨૮ મે
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ ની ગોકુલધામ સોસાયટી ની પાછલા ભાગે આવેલા કલરવ બંગલા નં ૨૪ મા ૮૮,૦૦૦/ નાં દાગીના અને અમેરીકન ડોલર ની ચોરી બાબતે ફરીયાદ દાખલ થયેલ છે. કાલોલ તાલુકાના બાકરોલ ગામ ના રહીશ અને હાલ કલરવ બંગલા નં ૨૪ મા ભાડે થી રહેતા સુરપાલસિહ પૃથ્વીસિંહ ગોહીલ ગત ૧૮/૦૫ નાં રોજ પોતાના પરીવાર ને લઇને મકાન ને બંધ કરી તાળા મારી સિમલા, મનાલી ,ડેલહાઉસી, અમૃતસર ફરવા ગયા હતા ત્યારે ૨૫/૦૫ ના રોજ તેઓને ફોનથી જાણકારી મળી કે તેઓના મકાન નાં પાછળ ની જાળી ખુલ્લી છે જેથી તેઓએ ખાતરી કરાવતા તેઓના ભાઈએ તપાસ કરતા મકાનમા ચોરી થઈ હોવાનુ જણાવેલ પોતાનો પ્રવાસ પુર્ણ કરી તેઓ તા ૨૭/૦૫ નાં રોજ ધરે આવ્યા અને ઘરમા તપાસ કરતા મુખ્ય દરવાજા ની બાજુમા આવેલ બારીના ત્રણ સળિયા કાપી ને કોઇ ચોર ઈસમે ઘરમા પ્રવેશી ઘરમાંથી બે તોલા નું સોનાનુ મંગળસૂત્ર રૂ.૫૦,૦૦૦/, સોનાની ચેન દોઢ તોલા વજન ની રૂ ૩૦,૦૦૦/ સોનાની બે વિટી રૂ ૮,૦૦૦/ ડી. આર. કોંગો દેશમાં થી પોતે લાવેલ અમેરીકન ડોલર ૧૩૬૦/ ની ચોરી થઈ હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર ઈસમ સામે ગુનો દાખલ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.










