
તા.૩૧.મે
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
હાલોલની કલરવ શાળાનું ઘો.૧૨ સામાન્ય પ્રવાહનું ઝળહળતું ર્પારણામ છેલ્લા ૧૯ વર્ષથી આવી રહ્યું છે.ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી અને ગૌરવ અનુભવાય રહ્યું છે. ચાલુ વર્ષે હાલોલ કેન્દ્રનું પરિણામ ૫૯% આવેલ છે.ત્યારે કલરવ શાળાનું અંગ્રેજી માધ્યમનું ૭૫% અને ગુજરાતી માધ્યમનું ૭૮% પરિણામ આવ્યું છે.જેમાં ગુજરાતી માધ્યમમાં પ્રથમ ક્રમાંકે મહેશ્વરસિંહ જાદવ (૯૭.૫૪ (PR)) (A2 ગ્રેડ), દ્વિતિય ક્રમાંકે હસ્મિતા પ૨મા૨ (૯૭.૩૯ (PR))(A2 ગ્રેડ), અને તૃતીય ક્રમાંકે રુદ્ર ૨ાઠોડ (૯૪,૮૬(PR))(B1 ગ્રેડ) સાથે આવેલ છે.જ્યારે અંગ્રેજી માધ્યમમાં પ્રથમ ક્રમાંકે મીત હીરવાણી (૯૪.૩૯(PR)) (B1 ગ્રેડ), દ્વિતિય ક્રમાંકે ભાગવત ઉપાધ્યાય (૯૧.૪૩(PR)) (B1 ગ્રેડ) અને તૃતીય ક્રમાંકે કલ્પેશ શેન (૯૦.૫૩(PR)) (B1 ગ્રેડ) આવેલ છે.શાળાનું સમગ્ર પરિણામ જોતાં શાળાના શ્રેષ્ઠ શિક્ષકોના માર્ગદર્શન ને આભારી છે. ક્લ૨વ શાળા પરિવાર સર્વે વિદ્યાર્થીઓને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે.










