કાલોલ ખાતે માણેકલાલ મગનલાલ ગાંધીની 34મી પુણ્યતિથિ નિમિત્તે વિનામૂલ્યે જલકુંડી નુ વિતરણ કરાયું

તારીખ ૧૦ મે
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
શ્રી ભગિની સેવા મંડળ ના આદ્યસ્થાપક આને માગદશૅક વંદનીય સ્વ.માણેકલાલ મગનલાલ ગાંધી ની ૩૪મી પુણ્યતિથી હોવાથી શ્રી ભગિની સેવા મંડળ કાલોલની બહેનો દ્વારા કોમ્યુનિટી હોલ ખાતે શ્રધ્ધેય માણેકલાલ મગનલાલ ગાંધીના ફોટાનેવંદન કરી પ્રાથૅના કરી મંડળનાં પ્રમુખ એ ફુલહાર અપર્ણ કરી હદય પૂર્વક શ્રધ્ધાંજલિ અર્પણ કરી તેમને પોતાના કાયૅકાળ દરમ્યાન આપેલ સેવાકીય પ્રવૃતિઓ ને યાદ કરવામાં આવી તેમના પરિચયની ઝાંખી મંડળ ના મંત્રી એ કરાવી, આદિવાસી વિસ્તારમાં આશ્રમ શાળા શરૂ કરાવી,અનાથ આશ્રમ શાળા ખોલાવી તથા પંચમહાલ જિલ્લામાં શાળા,કોલેજો નો વ્યાપ વધારવા આવ્યો હોસ્પિટલો તૈયાર કરાવી કાલોલની જનતા ને રોજીરોટી મળી રહે એ હેતુથી ઉધોગો શરૂ કર્યા આવા લોકસેવક આદરણીય પૂજ્ય ને શતશત વંદન કરી એમની પુણ્યતિથિ નિમિત્તે શ્રી ભગિની સેવા મંડળ કાલોલ તથા શ્રી શાંતનુ સેવા મંડળ વડોદરા ના સહયોગ થી ૫૦૦ નંગ પંખીઓના જલપાન માટે વિનામૂલ્યે જલકુડી દરેક ધરે એક નંગ આપવામાં આવી આ વખતે પોરવાડ ફળિયા,મહાલક્ષ્મી મંદિર પાસે થી શરૂ કરી સુથાર ફળિયા,હોળી ચકલા,માળી ફળિયા,જુના પુરા જોષીની પોળો અને ઉતમનગર વિજયટોકીઝ પાસે ના વિસ્તારમાં વિનામુલ્યે જલકુડીનુ વિતરણ કરવામાં આવ્યું હતું.