HALOLPANCHMAHAL

હાલોલમાં સૌ પ્રથમ વખત ઉમિયા માં નો રથ નીકળ્યો,મોટી સંખ્યામાં અગ્રણીઓ જોડાયા

તા.૨૭.મે

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ શહેર માં સૌ પ્રથમ વખત સમસ્ત કડવા પાટીદાર તેમજ લેવા પાટીદાર સાથે મળી ને અમદાવાદ ,જાસપુર ખાતે વિશ્વ માં સૌથી ઊંચું મંદિર 504 ફૂટ નું માં ઉમિયા નું મંદિર 100 એકર માં ભવ્ય થી અતિ ભવ્ય નિર્માણ થવા જઈ રહ્યું છે.તે પ્રસંગને અનુરૂપ ભેગા મળીને આજે હાલોલ શહેરમા ઉમિયા માં નો રથ હાલોલ કંજરી રોડ પર આવેલ ભાજપ કાર્યાલય થી નીકળ્યો હતો.જે રથ નગરના મુખ્ય માર્ગો પર થઈ ગોધરારોડ રીંકી ચોકડી અને ત્યાર બાદ કચ્છ કડવા પાટીદાર સમાજ વાડી ખાતે પૂર્ણ થયો હતો.જ્યારે રથ નું પરિભ્રમણ કરતા સમગ્ર નગરમાં માં એક ભક્તિ નો માહોલ જોવા મળ્યો હતો.આ પ્રસંગે હાલોલ પાટીદાર સમાજના અગ્રણીઓ તેમજ હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર, કંજરી સ્ટેટ યુવરાજ મયૂરધ્વજસિંહજી પરમાર તેમજ ભાજપા અગ્રણીઓ સહિત આગેવાનો રથયાત્રા માં જોડાયા હતા.

[wptube id="1252022"]
Back to top button