હાલોલમાં દીવાલ પડતા મોતને ભેટેલા ચાર બાળકોના પરિવારજનોને રાજ્ય સરકારની 16 લાખ રૂપિયાની આર્થિક સહાય,ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારના હસ્તે ચેક અર્પણ કરાયા

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૧૦.૭.૨૦૨૩
હાલોલમાં ગત માસ ની 29 મી તારીખે વરસેલા વરસાદ માં ચંદ્રપુરા ગામે ઔદ્યોગિક વસાહત માં એક એગ્રો કંપનીની દિવાલ ધરાશાયી થઈ બાજુમાં ઝૂંપડું બાંધી રહેતા મજૂરો ના પરિવાર ઉપર પડ્યા ની દુર્ઘટના માં ચાર બાળકો મોત ને ભેટ્યા હતા અને અન્ય ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા. રાજ્ય સરકાર દ્વારા કુદરતી આપત્તિમાં માનવ મૃત્યુ ની ચુકવવામાં આવતી સહાય પેટે આ તમામ બાળકો ના વારસદારો ને પ્રતિ બાળક 04 લાખ રૂપિયા લેખે કુલ 16 લાખ રૂપિયાની સહાય ચુકવવામાં આવી હતી.હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર ના હસ્તે મૃતક બાળકો ના વાલી ને સહાય ના ચેક આપવામાં આવ્યા હતા.રોજગારી અર્થે ગુજરાતમાં આવેલા મધ્ય પ્રદેશ ના પરિવારો સાથે સર્જાયેલી કુદરતી દુર્ઘટના ની આર્થિક સહાય ઝડપી ચુકાવવમાં આવે તે માટે અત્રે ના વહીવટી સ્ટાફે ઝડપી કાર્યવાહી કરી હતી અને હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારે પણ રાજ્ય સરકાર ને ઝડપી સહાય માટે રજુઆત કરી હતી. આજે માત્ર 10 જ દિવસ માં આ આદિવાસી પરિવારો ને સહાય ના ચેક આપતા ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારે બંને આદિવાસી પરિવાર સાથે સંવેદના વ્યક્ત કરી હતી.










