HALOLPANCHMAHAL

હાલોલ:ચાર દિવસ પેહલાજ નવા બનેલા ડામર રોડ પર ભૂગર્ભ ગટર ની કામગીરી માટે ખોદકામ કરાયું

તા.૧૨.જૂન

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ શહેરમાં વસતા સત્તર હજાર જેટલા પરિવારોને ભૂગર્ભ ગટર યોજના દ્વારા જોડવાની માતબર રકમ ખર્ચ કરી ભૂગર્ભ ગટર યોજના ની સાડા ત્રણ વર્ષ થી કરવામાં આવી રહેલી કામગીરી દરમ્યાન શહેર આખું ખાડા નગર બન્યું હતું.શહેરના મુખ્ય માર્ગો હોય કે આંતરિક માર્ગો હોય કે પછી સોસાયટીઓ ના અંદર ના રસ્તાઓ તમામ જગ્યાએ પાંચ ફૂટ થી લઈ વિસ ફૂટ ઊંડા ખાડા ખોદી પાઈપલાઈનો નાખવામાં આવી છે.આ યોજના કોવિડ-19 માં થોડો સમય અટવાઈ જતા સમયસર પુરી ન થવાને કારણે દુરસ્ત બનેલા માર્ગો નું નવીનીકરણ કારવાની કામગીરી પાલિકા દ્વારા થઈ શકી ન હતી અને એટલે નગરજનો એ અનેક યાતનાઓ આ રોડ રસ્તાઓ ની સુવિધાઓ ના અભાવે ભોગવી છે.અને હજી ભોગવી પણ રહ્યા છે. ટ્રાફિક સમસ્યા હોય કે નાના અકસ્માતો માં પરિવારજનો ગુમાવ્યા તમામ પ્રકાર નો ત્રાસ લોકોએ સહન કર્યો પછી માંડ શરૂ કરવામાં આવેલી રોડ રસ્તાઓ ની કામગીરી પણ ખોરંભાઈ હતી.પુનઃ એક વાર રોડ રસ્તાઓ બનાવવાની કામગીરી શરૂ થઈ અને માર્ગો નવા બની જતા લોકોએ રાહત નો શ્વાસ લીધો હતો ત્યાંજ હાલોલ વડોદરા રોડ ઉપર ભીમનાથ મહાદેવ મંદિર તરફ નો સોસાયટીઓ માં જવાના મુખ્ય માર્ગ ને આજે ભૂગર્ભ ગટર યોજના ના ની કામગીરી માટે ખોદી નાખવામાં આવ્યો.વડોદરા રોડ ઉપર ચાર દિવસ અગાઉ જ બનાવવમાં આવેલા ડામર માર્ગ નીચે આવેલી ભૂગર્ભ ગટર યોજનાની તકલાદી કુંડી ના સ્થળે સવારે એક એસટી બસ નું પૈડું ખુંપી જતા ભૂગર્ભ ગટર ની કામગીરી માટે ચાર દિવસ પહેલા બનાવવમાં આવેલો નવો ડામર માર્ગ ખોદી નાખવામાં આવતા નગરજનો એ ફરી એક વાર ટ્રાફિક માં ફસાઈ અવરજવર કરવી પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે.આ નવા બનાવવમાં આવેલા ડામર માર્ગ ની કામગીરી દરમ્યાન દર 50 મીટરે બનાવાયેલ ભૂગર્ભ ગટર ની 20 ફૂટ ઊંડી કુંડીઓ પૈકી અનેક કુંડીઓ ભરાઈ જતા આ તમામ કુંડીઓ સાફ સફાઈ કરવા ફરી રોડ ને નુકશાન કરવામાં આવશે એટલે હાલોલ નગર માં વિકાસ ની કામગીરી માં એક સાંધે ને તેર તૂટે તેવી સ્થિતિ ઉભી થવા પામી છે.

[wptube id="1252022"]
Back to top button