HALOLPANCHMAHAL

હાલોલ તાલુકાની જેપુરા કેન્દ્રવર્તી શાળા ખાતે પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. 

તા.૧૨.જૂન

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ તાલુકાની જેપુરા કેન્દ્રવર્તી શાળા ખાતે ર્ડા. એન.એ.પટેલ નાયબ નિયામક પશુપાલનના અધ્યક્ષ સ્થાને બાળકોનો પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં બાલ વાટિકા ના 12 બાળકો તેમજ આંગણવાડી ના 1 બાળકને પ્રવેશ આપવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ માં લાયજન તરીકે આકાશભાઈ પટેલ હાજર રહી માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમા પ્રવિણસિંહ પરમાર માજી ચેરમેન શિક્ષણ સમિતિ. પંચમહાલ,મધીબેન રાઠોડ તાલુકા પંચાયત સદસ્ય, smc અધ્યક્ષ, smc ના તમામ સભ્યો તેમજ મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા. તમામ નું શાળાના આચાર્ય અતુલકુમાર પંચાલ શાબ્દિક સ્વાગત કર્યું હતું.અને શાળાની પ્રગતિની વાતો કરી હતી.મોહનસિંહ રાઠોડ તરફથી તમામ બાળકોને સ્કૂલબેગ આપવામાં આવી હતી.જયારે કિશોરભાઈ રાઠોડ તરફથી તમામ બાળકોને તિથિ ભોજન આપવામા આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન શાળાની બાળાઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button