
તારીખ ૧૯/૭/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાનાં કાલોલ તાલુકામાં આવેલું ડેરોલસ્ટેશન જ્યાં લાંબા સમયથી બ્રિજ ની કામગીરીમાં મુશકેલીઓ સર્જાયા અધુરી કામગીરી નાં કારણે લાખો વાહન ચાલકો પરેશાન થઈ રહ્યાં છે. જ્યારે સ્થાનિક લોકોનાં આંદોલનો પછી પણ ડેરોલ,સમાં, જંત્રાલ,ખંડોળી,ગિરધરપુરી સાતમના સણસોલી, વિસ્તારના માર્ગો પર આવેલ ગામડાઓ માંથી અનેક લોકો કાલોલમાં અવર જવરના કરતાં હોય છે. પરંતું હાલ બ્રિજની અધુરી કામગીરી તેમજ ડેરોલ સ્ટેશન ખાતે બનાવેલ નાડમાં વરસાદી પાણી ભરાઈ જતાં રસ્તા ખડધજ હાલતમાં જોવા મળી રહ્યાં છે.અવર-નવાર સ્થાનિક લોકોની રજુઆત હોવાં છતાં માર્ગમકાન વિભાગને કોઈ ફરક પડતો ન હોય તેમ બિંદાસ જોતાં રહે છે.કાલોલ તાલુકામાં સાર્વત્રિક વરસાદનાં કારણે જાહેર માર્ગો પર પાણી ભરાઈ જતાં ડેરોલસ્ટેશનનાં નાડામાં અને ત્યાંથી પસાર થતાં માર્ગો પર મસ્તમોટાં ખાડા પડી જવાનાં કારણે વરસાદી પાણીને ભરાઈ ગયા છે. વરસાદી પાણીએ માર્ગો પર પડેલાં ખાડાઓમાં જમાવટ કરી લીધો છે. આ માર્ગે પરથી પસાર થતાં વાહન ચાલકો માટે ખખડધજ બની ગયેલ માર્ગે પર અકસ્માતની ભીતિ સર્જાય તેવી પરિસ્થિતિ સર્જાય રહી છે.તદુપરાંત ગત વર્ષે બનાવેલ રેલ્વે બ્રિજના અંડર ગ્રાઉન્ડ નાળાની આસપાસની બનાવેલ પેરફિત નાં ટકાવ માટે વરસાદી પાણી જમીનમાં ઉતરી પેરાફિત ને નુકશાન નાં પહોંચે તે માટે આસપાસના પાણીના નિકાલ માટે મૂકવામાં આવેલા હોલ જેમાંથી બહાર તરફનું પાણી અંડરગ્રાઉન્ડ નાણા ની અંદર ભરાઈ જતાં વિદ્યાર્થીઓ અને રાહદારીને અનેક મુશ્કેલીઓ સર્જાતી હોય છે.










