KALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ના વોન્ટેડ આરોપીને જીલ્લા પેરોલ ફર્લો સ્ક્વોડ પોલીસે ઝડપી પાડયો.

તારીખ ૧૧ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચના અને માર્ગદર્શન મુજબ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે ની સૂચનાઓ અંતર્ગત પંચમહાલ ગોધરા પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેકટર બી.એમ રાઠોડ દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મળેલ સુચના અને માર્ગદર્શન અંતર્ગત તેઓને ચોક્કસ બાતમી મળેલ કે વેજલપુર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાના નાસતો ફરતો વોન્ટેડ આરોપી પંકજકુમાર રંગીતભાઇ પટેલ રહે. મેહુલીયા તા ગોધરા જી પંચમહાલ નો પ્રોહિબિશનના ગુનાઓનો વોન્ટેડ આરોપી હાલમાં હથોડા ગામ તા કોસંબા જીલ્લા સુરત ખાતે હોવાની ચોક્કસ બાતમી આધારે પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફ દ્વારા બાતમી વાળા સ્થળે વોચ ગોઠવતા બાતમી મુજબનો ઈસમ મળી આવતા તેની અટકાયત કરી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button