જિલ્લા એલસીબી પોલીસે નવાગામ બાંધેલીના નવાડ ફળિયામાંથી બે ચોરીની મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડયો.

તા.૨૧.મે
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસની ટીમે ચોક્કસ બાતમીના આધારે હાલોલ તાલુકાના નવાગામ બાંધેલીનાં નવાડ ફળિયામાંથી કુલ ૨ મોટર સાયકલ રૂ.૫૦,૦૦૦/- નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી પાવાગઢ તથા હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન નાં મોટર સાયકલ ચોરીનાઓના ભેદ ઉકેલ્યો હતો.પ્રાપ્ત માહિતી મુજબ જિલ્લા એલસીબી પોલીસના પીઆઈ એન.એલ.દેસાઈને જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મિલકત સંબધી ગુનાઓને બનતા અટકાવવા તેમજ બનેલા વણ શોધાયેલા મિલકત સંબધી ગુનાઓ ડિટેકટ કરવાની કવાયતમાં લાગેલા હતા તે દરમ્યાન અંગત બાતમીદાર પાસેથી પીઆઈ.એન. એલ.દેસાઈને બાતમી મળી હતી કે આજથી એકાદ મહિના અગાઉ હાલોલ સ્ટેશન રોડ જૂની કોર્ટ ની સામે પાર્ક કરી મૂકી રાખેલ મોટર સાયકલ જેની અંદાજે કિંમત ૨૫,૦૦૦/- ચોરી થવા પામેલ છે. તેમજ આજથી દસેક દિવસ અગાઉ પાવાગઢ શહેરી મસ્જિદ સામે ભગવતીબા આશ્રમની સામે પાર્ક કરી મૂકી રાખેલ હતી ત્યાંથી ચોરી થવા પામેલ હતી જે ચોરીની બંને મોટર સાયકલ હાલોલ તાલુકાના નવાગામ બાંધેલી નાં નવાડ ફળિયામાં રહેતો રાજકુમાર ઉર્ફે દુંગો શંકરભાઈ રાઠવા નાઓ કોઈક જગ્યાએથી ચોરી કરી તો છકળપટથી મોટર સાયકલો મેળવી લાવી પોતાના રહનાક ઘરની પાછળ સંતાડી મૂકી રાખેલ છે.જે બાતમીના આધારે જિલ્લા એલસીબી પોલીસે તે જગ્યાએ છાપો મારી બંને ચોરીની મોટર સાયકલ જેની અંદાજે કિંમત ૫૦,૦૦૦/- નાં મુદ્દામાલ સાથે રાજકુમાર નાઓને ઝડપી પાડયો હતો અને હાલોલ ટાઉન પોલીસ તેમજ પાવાગઢ પોલીસ મથકમાં નોંધાયેલા મોટર સાયકલ નો ચોરીનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.










