
તા.૯.માર્ચ
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
હાલોલ નગર સહિત પંથકમાં રંગોત્સવની ઉજવણી ધામધૂમ થી કરવામાં આવી હતી.નગરના વિવિધ વિસ્તારો માં તથા આજુબાજુના ખાનગી રિસોર્ટસ તથા ફાર્મ હાઉસો ઉપર લોકોએ શાંતિપૂર્ણ રીતે ધુળેટી ની ઉજવણી કરી હતી.વડીલો, બાળકો અને યુવકોએ એકબીજાને રંગ લગાવી પોતાની લાગણીઓ ની અભિવ્યક્તિ દર્શાવી હતી. હિન્દૂ કેલેન્ડર મુજબ ફાગણ માસના શુક્લ પક્ષની પૂનમ ના દિવસે હોળી પ્રગટાવી લોકો આવનારા સમયની સુખાકારી અને નિરોગી સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે.તેના પછીની તિથિ એટલે કે કૃષ્ણ પક્ષ ના પહેલા દિવસે ધુળેટીનો રંગોત્સવ ઉજવે છે.હાલોલ શહેરના ગોધરા રોડ,પાવાગઢ રોડ અને વડોદરા રોડ ઉપર આવેલી સોસાયટીઓ અને જૂની બજાર ના વિવિધ પોળો માં ગુલાલ અને અલગ અલગ રંગો ની છોળો ઉડાડી લોકોએ રંગોત્સવ ની ઉજવણી ધામધૂમ થી કરી હતી.બજારો અને સોસાયટીઓ માં વડીલો અને બાળકો એ એક બીજાને સૂકા કલર અને કલરવાળા પાણી થી એક બીજા ને રંગ લગાવ્યો હતો.જ્યારે હાલોલ ટાઉન પોલીસ અને હાલોલ રૂરલ પોલીસ મથકના જવાનોએ પણ રંગોત્સવ ની ઉજવણી કરી હતી જેમાં એક બીજાને રંગ લગાવી ધુળેટી પર્વની ઉજવણી કરી હતી જ્યારે વહેલી સવાર થી શહેરના માર્ગો ઉપર બાળકો પિચકારીઓ લઈ નીકળ્યા હતા અને રાહદારીઓ ઉપર કાકાર અને પાણી નો છંટકાવ કરી આનંદિત થઈ ધુળેટી ની ઉજવણી માં મગ્ન બન્યા હતા.સોસાયટીઓ માં પણ કેટલીક મહિલાઓ એકત્ર થઈ ઘરેઘરે ફરી મહિલાઓ ને રંગ લગાવી આત્મીયતા અને સામાજિક એકતા ના પર્વ તરીકે રંગોત્સવ ઉજવ્યો હતો.










