HALOLPANCHMAHAL

હાલોલમાં રથયાત્રાની તૈયારીઓ પુરજોશમાં આરંભાઈ, નગરમાં 37મી રથયાત્રાની તૈયારીઓ

તા.૧૮.જૂન

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

આગામી ૨૦ જૂન અષાઢી બીજના દિવસે હાલોલ નગર ખાતે ભગવાન શ્રી જગન્નાથજીની નીકળનારી ૩૭ મી રથયાત્રાને લઇ હાલોલ રથયાત્રા ઉત્સવ સમિતિ, હિન્દૂ સંગઠનો તેમજ વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ સાથે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.શ્રી જગન્નાથજી,ભ્રાતા બલભદ્ર અને ભાગીની શુભદ્રજી જે રથમાં બિરાજમાન થઈ નગરચાર્ય કરવા નીકળવના છે.તે રથ નિષ્ણાત કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવી રહયો છે.જે પૂર્ણતાના અરે છે.અષાઢ સુદ બીજ ના શુભ દિને હાલોલ રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા પ્રતિવર્ષની જેમ ચાલુ વર્ષે પણ ભગવાન શ્રી જગન્નાથજીની ૩૭મી રથયાત્રા હાલોલ નગર ખાતે બપોરે ૪.૩૦ કલાકે ભક્તિ સભર વાતાવરણમાં ભગવાન શ્રી જગન્નાથ,ભ્રાતા બલભદ્ર અને ભગિની સુભદ્રાજી નીશાસ્ત્રોક વિધિવત સંતો-મહંતો ના આશીર્વાદ અને તેમની ઉપસ્થિતિમાં ભક્તો દ્વારા તેમની પૂજા અર્ચના પ્રાર્થના આરતી કરી આવો ખેંચો ભગવાનનો રથ, ઉજ્જવળ બનાવો જીવન પથ. ના સંકલ્પ સાથે જય રણછોડ માખણ ચોર ના નારા સાથે સંતો-મહંતો તથા ભક્તોની ઉપસ્થિતિમાં હાલોલ નગરના મંદિર ફળીયા ખાતેથી રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે. રથયાત્રા મંદિર ફળિયા ખાતેથી મેન બજાર,ચોકસી બજાર, ટાઉન હોલ થઈ બોમ્બે હાઉસ તળાવ રોડ, બસ્ટેન્ડ થઈ કંજરી રોડ ચાર રસ્તા,બગીચા તરફ થઈ મંદિર ફળિયા ખાતે પરત ફરશે.આ શુભ પ્રસંગે રથયાત્રામાં સંતો મહંતો, નગરના આગેવાનો તેમજ નગરની જુદી-જુદી સામાજિક સંસ્થા અને સંગઠનના લોકો તેમજ ભક્તો મોટી સંખ્યામાં જોડાશે.આ ઉપરાંત આદીવાસી નૃત્ય,વીવીધ વેશભૂષા સાથે નૃત્ય ટીમ પણ જોડાવનાર છે.300 કીલો ઉપરાંત મેગ જાંબુ નો પ્રસાદ બનાવી ભક્તો ને વીતરણ કરવામાં આવશે.આ શુભ પ્રસંગ ને લઈ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કોઈ પણ પ્રકારનો કોઈ અનિછીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવનાર હોવાનું આધારભૂત વર્તુળ દ્વારા જાણવા મળ્યું છે.ઉલ્લેખનીય છે કે આ શુભ પ્રસંગને લઇ વહીવટી તંત્ર દ્વારા શાંતિ સમિતિની બેઠક પણ હાલોલ ટાઉન પોલીસ મથકે યોજવામાં આવી હતી.આ ઉપરાંત રથયાત્રાને લઈ પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિગ કરવામાં આવ્યું હતું.

 

 

[wptube id="1252022"]
Back to top button