મધવાસ ચોકડી પાસે રોંગ સાઈડમાં વાહન હંકારી બાઇક ચાલક ને ઈજાગ્રસ્ત કરી ફરાર થનાર બાઇક ચાલક સામે ફરીયાદ.

તારીખ ૨૦/૦૩/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાની મધવાસ ચોકડી પાસે કંપનીમાંથી છૂટ્યા બાદ ટુવિલર તેમજ ફોરવીલર ચાલકો તેમજ ભારે માલ સામાન લઈ જતા વાહનો પણ રોંગ સાઈડ માં પોતાના વાહનો હંકારતા હોય છે. આના પરિણામે ભૂતકાળમાં ભયંકર અકસ્માતો થયેલા છે અને કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવેલો છે ત્યાર આવા જ એક બનાવવામાં વડોદરા વાડી વિસ્તાર ના હર્ષિત જોષી એ કાલોલ પોલીસમાં મથકે નોંધાવેલી ફરિયાદની વિગતો જોતા તેઓનો નાનો ભાઈ હરેન અશોક લેલન કંપનીમાં વડોદરા ખાતે નોકરી કરે છે ગત ૧૩ માર્ચના રોજ ઓફિસના કામે વડોદરા થી ગોધરા પોતાની મોટરસાયકલ ઉપર આવેલો અને રાત્રિના આઠ કલાકે કામ પતાવી ગોધરા થી વડોદરા તરફ આવવા નીકળ્યો હતો ત્યારે મધવાસ ચોકડી પાસે હોટલ પંચ પાસે રાત્રિના ૯:૩૦ કલાકે એક હીરો મોટરસાયકલ ચાલક રોંગ સાઈડમા પુર ઝડપે અને ગફલત ભરી રીતે પોતાની મોટરસાયકલ હંકારી હરેન ના મોટરસાયકલને અકસ્માત કરી નાસી ગયો હતો. અકસ્માતને કારણે હરેનને મોઢા પર ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી ૧૦૮ મારફતે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.મોઢામાં થી લોહી નીકળતું હોય વડોદરા ની દાંત ની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યાં સીટી સ્કેન કરતા હરેનને મોઢામાં ડાબી અને જમણી બાજુ ફેક્ચર થયું હતું અને પાંચ દાંત પડી ગયા હતા તેમજ હોઠ અને દાઢી ઉપર ઈજાઓ પહોંચી હતી. સમગ્ર હકીકતની ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત કરી નાસી છૂટેલા મોટરસાયકલ ચાલક સામે રજીસ્ટ્રેશન નંબર આધારે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.










