KALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર પોલીસની પ્રસંશનીય કામગીરી:કતલ કરવાના ઇરાદે ખુલ્લા ખેતરમાં બાંધી રાખેલા ૧૨ ગૌવંશને બચાવી લીધા

તારીખ ૨૪ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ ના વેજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.આર.ગોહિલ સહિત પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીદારથી બાતમી મળી હતી કે નવાગામ રીછીયા ગામ ચલાલી રોડ ઉપર નિશાળ ફળિયાના ખુલ્લા ખેતરમાં ક્રૂરતાપૂર્વક બાંધીને ઘાસચારા કે પાણીની સગવડ વગર કતલ કરવાનાં ઇરાદે બાંધી રાખેલા તેવી બાતમી વાળી જગ્યાએ વેજલપુર પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ સ્ટાફ સાથે તપાસ કરતાં ગાય નંગ ત્રણ,બળદ નંગ સાત અને વાછરડા નંગ એક તથા વાછરડી નંગ એક મડી કુલ ૧૨ ગૌવંશ જેની કિં.રૂ.૧,૪૫,૦૦૦/ના મુદ્દામાલ કબજે કરી આરોપી મોહમદ હનીફ ઉર્ફે જખર ઉર્ફે જકરીયો S/O સીદીક ટપ રહે.વેજલપુર તાલુકા કાલોલ જીલ્લા પંચમહાલ નાઓ વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગુજરાત પશુ સંરક્ષણ તથા પ્રાણી ક્રૂરતા અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વેજલપુર પોલીસ દ્વારા પ્રસસનીય કામગીરી કરવામાં આવી.

[wptube id="1252022"]
Back to top button