કાલોલ ખાતે શાંતિપૂર્ણ માહોલમાં ધોરણ દસ અને બાર ની પરીક્ષા નો પ્રારંભ કરવામાં આવ્યો.

તારીખ ૧૪ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ ખાતે શ્રીમતી સીબી ગર્લ્સ હાઇસ્કુલ અને ધી એમ જી એસ હાઇસ્કુલ એમ બે પરીક્ષા કેન્દ્રો ખાતે માર્ચ ૨૦૨૩ ની ધોરણ દસ અને બાર ની બોર્ડની પરીક્ષાનાં કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે આજરોજ ધોરણ દસ ની પરીક્ષાના પ્રારંભ અગાઉ સીબી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે માજી પ્રમુખ શૈફાલીબેન ઉપાધ્યાય, કાલોલ કેળવણી પ્રચારક મંડળના પ્રમુખ પ્રકાશભાઈ ગાંધી કાલોલ ના જાણીતા ધારાશાસ્ત્રી નિરંજનભાઇ પી પટેલ તેમજ કાલોલના માજી કોર્પોરેટર મહેન્દ્રભાઈ બેલદાર,આશિષ સુથાર,અંજનાબેન મહેતા અને વિવિધ અગ્રણીઓ દ્વારા પરીક્ષાર્થીઓ નું ફૂલ, પેન આપીને સ્વાગત કરવામાં આવ્યું ધી એમજીએસ હાઇસ્કુલ ખાતે પરીક્ષાર્થીઓ ને સાકર આપી શુભેચ્છા પાઠવવામાં આવી બંને કેન્દ્રો ખાતે કુલ મળીને ૨૦ બ્લોક ની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.સિબી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે વિપુલ આર સોલંકી નામનો સરસ્વતી વિદ્યામંદિર કાલોલ નો ધો ૧૦નો દિવ્યાંગ વિધાર્થી પરિક્ષા માટે રાઈટર સાથે પરીક્ષા કેન્દ્ર ઉપર હાજર થયો હતો જેનું સ્વાગત કાલોલ નગરપાલિકા નાં માજી પ્રમુખ શૈફાલી ઉપાધ્યાય અને અંજના મહેતા દ્વારા કર્યું બોર્ડ દ્વારા આ દિવ્યાંગ પરીક્ષાર્થી કે જે આખે દેખી શકતો ન હોઈ તેના માટે ભોંયતળીયે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે અને પરિક્ષા નાં નિર્ધારિત સમય કરતા અડધો કલાક નો વધારે સમય ફાળવવામાં આવેલ છે. બંને પરીક્ષા કેન્દ્રો ઉપર કાલોલ પોલીસ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત ફાળવી આપવામાં આવ્યો છે.










