કાલોલ શહેર માં વહેલી સવારે ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે શહેરીજનોને હિલ સ્ટેશન જેવો અહેસાસ..

તારીખ ૨૮/૧૧/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે ત્યારે ગુજરાતના કેટલાક વિસ્તારમાં બે દિવસ પહેલા કમોસમી વરસાદ સાથે બરફ પડતાં જોરદાર ઠંડી પડતાં સવારના ભાગે જનજીવન પ્રભાવિત થયું છે.હજુ બે દિવસ કાતિલ ઠંડી પડવાની આગાહી થઈ છે. ત્યારે કાલોલ શહેર સહિત તાલુકામાં બે દિવસ અંગાઉ પડેલા કમોસમી વરસાદ વચ્ચે ધુમ્મસભર્યા વાતાવરણમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. ત્યારે બીજી બાજુ આજરોજ ધાઢ ધુમ્મસ વાતાવરણથી ઠંડીમાં વધારો જોવા મળ્યો છે. શહેરમાં ધાઢ ધુમ્મસના કારણે હાઇવે રોડ પર સામેથી આવતા વાહનો દેખાતા નથી અને વાહન ચાલકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જ્યારે સોસાયટી વિસ્તારના રહીશોએ અગાશી પર ચઢી અફાટ કુદરતી સૌંદર્યની મજા લૂંટતા નજરે પડ્યા હતા ત્યારે બીજીબાજુ બે દિવસ પહેલા જ કમોસમી વરસાદના કારણે તાલુકાના ખેડૂતો પોતાના પાકને લઇને ચિંતામાં મુકાયા છે અને વધુ પડતા ધુમ્મસના કારણે પાકોને નુકસાન થવાની ભીતિ થી ખેડૂતો ચિંતામાં મુકાયા છે હાલ તો બે દિવસ પહેલા પડેલ કમોસમી વરસાદ બાદ ઠંડીનો પારો વધવા પામ્યો છે ત્યારે શહેરમાં વહેલી સવારે ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે શહેરીજનોને હિલ સ્ટેશન જેવો અહેસાસ અનુભવી રહ્યા છે.









