KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના નાની કાનોડ પ્રાથમિક શાળા ના બાળકો ને ટી શર્ટ તથા ભોજન આપી માનવ સેવા દર્શાવી

તારીખ ૧૯ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ તાલુકાના નાની કાનોડ પ્રાથમિક શાળા માં હાલોલ ના સોની પરિવાર દ્વારા આયોજિત કાનોડ ગામ ના સ્વામીજી મહંત ગજાનંદપુરી મહારાજની પ્રતિમા સહ સરસ્વતી ને યાદ કરી દીપ પ્રાગટ્ય કરી સૌ સોની પરિવાર નું શાળા ના આચાર્ય ડાહ્યાભાઈ અમીને સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે મુખ્ય વડીલ મહેમાન વિનોદ દાદા તથા સાહિત્યકાર, કવિ,લેખક વિજય વણકર “પ્રીત” ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે વિનોદ દાદા એ તેમના વક્તવ્ય માં બાળદેવો ભવ બાળક જેવો કોઈ દેવ નથી એમ જણાવ્યું હતું વધુ માં કવિ વિજય વણકરે સ્વગત પ્રવચન અને સ્વામીજી ની વાતો દોહરાવી હતી, આ પ્રસંગે સૌ સોની પરિવાર સુજ્ઞશ્રી સુભાષભાઈ સોની, વીણાબેન સોની,નીલાંશુંભાઈ સોની, દેવિયની બેન સોની અને દીકરી વૃતાંશી સોની સહિત સૌ એ પોતે ચોકલેટ, ટીશર્ટ અને પાક્કું ભોજન આપી માનવ સેવા નું ઋણ અદા કર્યુ હતું આ તબક્કે વિજયસિંહ ચૌહાણ,સીઆરસી કો.ઓ.ચંદ્રકાંત સુથાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે સ્વામીજી ના ભકતો એ દૂર દૂર થી સંદેશા પાઠવ્યા હતા અંતે સ્વામીજી ના આશ્રમ ના દર્શન કરી સૌ કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો હતો.જેમાં નીલાંશુંભાઈ સોનીએ ફરી એકવાર આ શાળા માં કંઇક આપવાની ખેવના છે એવું વચન આપી ને માનવતા સાર્થક કરી હતી.

 

[wptube id="1252022"]
Back to top button