
તા.૨૨.માર્ચ
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
આજે ચૈત્ર સુદ એકમથી આરંભ થયેલ ચૈત્રી નવરાત્રી પર્વને લઇ પંચમહાલ જિલ્લાના સુપ્રસદ્ધિ યાત્રાધામ પાવાગઢ ખાતે લાખોની સંખ્યામાં માઇ ભક્તો ઉમટી પડી માતાજીના ચરણમાં શીશ ઝુકાવી ધન્ય બન્યા હતા.જોકે પ્રતિ વર્ષની સરખામણીમાં ભક્તોની સંખ્યા આજે પાંખી જોવા મળી હતી.ચૈત્રી નવરાત્રી ના પહેલા નોરતે માતાજીના ભક્તો આગલા દિવસ ના મોડી રાત્રી થી ડુંગર ઉપર પોહચી ગયા હતા.મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીના મંદિરનો નિજ દ્વાર વહેલી સવારે ચાર વાગે ખુલ્લો મુક્તા માતાજીના ભક્તો માતાજીના જયઘોષ થી મંદિર પરિષદ ગુંજી ઉઠયું હતું.વહેલી સવાર થી ભારે ભીડ હોવા છતાં ભક્તોને શાંતિ પૂર્ણ માહોલમાં દર્શન થાય તેવી વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા ઉભી કરવામાં આવી હતી.નવરાત્રી પર્વ ને લઇ યાત્રિકો માટે એસ.ટી વિભાગ દ્વારા એસ.ટી.બસો અવિરત દોડાવામાં આવી હતી.જયારે પોલીસ તંત્ર દ્વારા યાત્રીકોની સુરક્ષા અને સલામતી ને લઇ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.ઉપરાંત જુદી જુદી જગ્યા એ પોઇન્ટ ગોઠવી સીસીટીવી કેમેરા તેમજ વિડીયો ગ્રાફી કરી યાત્રિકો ઉપર બાજ નજર રાખવામાં આવી રહ્યું છે.જોકે મંદિર ટ્રસ્ટ દ્વારા ફોલેલું શ્રીફળ મંદિર પરિસદ માં નહિ લઇ જવાના નિર્ણય તેમજ શ્રીફળ માંચી ખાતે મુકેલ મશીનમાં શ્રીફળ વધેરવાની બાબતે મોટા ભાગના યાત્રિકો અણજાણ હોવાથી માતાજીના ભક્તોએ જ્યાં જગ્યા મળી ત્યાં શ્રીફળ વધેર્યું હતું.જેને કારણે ઠેર ઠેર ગંદકી જોવા મળી હતી.મોટી શ્રદ્ધા અને આસ્થા સાથે આવેલ ભક્તોને માતાજી ધરાવવા માટે ખરીદેલ શ્રીફળ ને વધેરવા નહિ દેતા મોટા ભાગ ના ભક્તો એ મંદિરે જવાના પગથિયાં નજીક શ્રીફળ વધેરતા જોવા મળ્યા હતા.જેને લઇ અડધા શ્રીફળ અને તેમાંથી નીકળતું પાણી તેના કાચલાં લોકો ના પગમાં આવતા તેઓની અસ્થાને ઠેસ પોહચી હતી.જોકે પ્રથમ દિવસે આ પરિસ્થિતિ હતી તો આવનાર દિવસોમાં મંદિર ટ્રસ્ટ દ્વારા શું પગલાં કે નિર્ણય લેવામાં આવે છે તે જોવું રહ્યું.