HALOLPANCHMAHAL

હાલોલ:પ્રાથમિક કન્યાશાળા ખાતે ૧૩૯ મો સ્થાપના દિનની ઉજવણી કરાઇ,બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા

તા.૨.માર્ચ

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

 

હાલોલ નગરમાં આવેલ પ્રાથમિક કન્યાશાળા ખાતે ૧૩૯ મો સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી.શાળાની સ્થાપના વર્ષ ૧૮૮૪ માં કરવામાં આવી હતી અને આજે શાળાના ૧૩૯માં સ્થાપના દિન શાળા ખાતે ઉજવાયો હતો.કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી.આ પ્રસંગે કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે બીઆરસી પીરઝાદા,તાલુકા કન્યા શાળાના આચાર્ય ભગવતીબેન ઉપાધ્યાય,કુમાર શાળાના આચાર્ય દિનેશભાઈ પરમાર,એસએમસીના સભ્ય ફરીદાબેન તેમજ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.જ્યારે આ ક્રાયક્રમમાં બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા અને કાર્યક્રમના અંતે બાળકોને કન્યાશાળા ના સ્ટાફ તરફથી તિથિ ભોજન કરાવવામા આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button